Assistant Professor Recruitment 2024: આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની સુવર્ણ તક, સરકારી નોકરી જોઈતી હોય તો આજે જ કરો અરજી

Assistant Professor Recruitment 2024: સરકારી નોકરીનું સપનું જોતા યુવક-યુવતીઓ માટે મોટી તક આવી રહી છે. ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા 33 જેટલા વિવિધ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી છે

Assistant Professor Recruitment 2024

સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. જો તમે મેડિકલ ફિલ્ડથી છો તો તમારી પાસે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની ઘણી સારી તક છે. જે ગુજરાતના જુદા જુદા 11 જેટલા કેન્દ્રોમાં લેવામાં આવશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. તો આવો ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે યોગ્યતા, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ સહિતની માહિતી મેળવીએ.

શૈક્ષણિક લાયકાત

UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSETની પરીક્ષા આપી શકશે. ઈચ્છુક ઉમેદવાર પાસે ભારતીય યુનિવર્સિટી/ સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા/ પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી/ સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગની ડિગ્રી/ ડિપ્લોમા/ પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવાર પોતાની ડિગ્રી/ ડિપ્લોમા/ પ્રમાણપત્રનું અસોશિએશન ઓફ ઇંડિયન યુનિવર્સિટીસ, ન્યુ દિલ્હી પાસેથી માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.

વય મર્યાદા

Assistant Professor અથવા લેક્ચરર્સની લાયકાત માટે GSET માં અરજી કરવા માટે કોઈ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી.

પરીક્ષાનું માળખું

  • GSETની પરીક્ષા કુલ બે ભાગમાં લેવામાં આવશે.
  • જેમાં પેપર 1માં 50 બહુવૈકલ્પિક પ્રશ્નો અને પેપર 2 માં 100 બહુવૈકલ્પિક પ્રશ્નો પૂછાશે. આમ MCQ આધારિત પૂછાતા દરેક પ્રશ્નો 2 ગુણના રહેશે. જેમાં પેપર 1 માટે 1 કલાક અને પેપર 2 માટે 2 કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે પેપર 1 માટે અલગથી 20 મિનિટ અને પેપર 2 માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. તેમજ દિવ્યાંગ ઉમેદવારોને જરૂર પડ્યે લહિયાની સુવિધા પણ આપવામાં આવશે.
  • ખોટા જવાબ બદલ કોઈ ગુણ કપાશે નહિ. ઉમેદવારે ફરજિયાતપણે બન્ને પેપરની પરીક્ષા આપવાની રહેશે. જો કોઈ ઉમેદવાર પેપર 1 ની પરીક્ષા ન આપે તો તે પેપર 2 ની પરીક્ષા પણ આપી શકશે નહિ.

પરીક્ષાની તારીખ

આ સાથે GSET દ્વારા પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. જે 1-12-2024 ના રોજ લેવામાં આવશે.

અરજીની ફી કેટલી છે?

GSETની પરીક્ષા ફી ભરવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. જેમાં જનરલ/ જનરલ ઈડબ્લ્યુએસ/ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 900 રૂપિયા + બેંક ચાર્જ, SC/ ST/ થર્ડ જેન્ડર ઉમેદવારો માટે 700 રૂપિયા + બેંક ચાર્જ, PWD ઉમેદવારો માટે 100 રૂપિયા + બેંક ચાર્જ ભરવાનો રહેશે.

Indian Air Force Jobs: જલ્દી કરો.. 10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક, રહી ગયા તો તક ચૂકી જશો, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને છેલ્લી તારીખ

(How to Apply Online Assistant Professor 2024) કેવીરીતે કરશો અરજી?

  • Assistant Professorની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://www.gujaratset.ac.in/ પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!