Educational News: રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
Educational News 3 મહિનામાં TET-1 અને TET-2 ની ભરતી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TET-1 અને TET-2 ભરતી 2024 હેઠળ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
આ પણ વાંંચો: ધોરણ 11 માં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, હવે ધોરણ 11 માં પ્રવેશ લેવો હશે તો….
TET-1 અને TET-2 ભરતી 2024: રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ભરતી આગામી ત્રણ માસની અંદર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર સફાળી જાગી છે અને શિક્ષકોની મોટાપાયે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંંચો: ધોરણ 11માં પ્રવેશને લઇને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. GSEB જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.