GPSC DySO EXAM : ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા GPSC દ્વારા DySOની લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

GPSC DySO EXAM: આવામાં ભારે વરસાદની સ્થિતિને જોતા મંગળવારે એટલે કે 27મી ઓગસ્ટે લેવાનારી DySOની પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

GPSC DySO EXAM 2024

ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક શહેરો પણ વરસાદને પગલે બોટમાં ફેરવાયા છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગે આગામી 31 તારીખ સુધી ભારે વરસાદની આગાહી આપી છે. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન DYSO ની પરીક્ષા (DYSO Exams) યોજાવાની હતી. પરંતુ હવે ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહીને પગલે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તૈયારી કરતા સર્વે ઉમેદવારોએ નોંધ લેવી કે, GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી થોડા સમયમાં નવી તારીક જાહેર કરવામાં આવશે.

GPSC દ્વારા ક્લાસ 1-2ની ભરતી, ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી

નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ

રાજ્યમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અત્યારે અનેક શહેરમાં પાણી ભરાયા છે અને તેના કારણે અનેક રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે. જેથી નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ 3 ની લેખિત પરીક્ષા યોજાવાના હતા. જે અત્યારે મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ અંગે સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!