GSEB Class 11 Big news: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે. આ સિવાય ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ,બી અને ગ્રુપ એબી અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. વિદ્યાર્થીઓને 2024-25 શૈક્ષણિક સત્રથી આ નિર્ણયનો લાભ મળશે.
GSEB Class 11 Big news
GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ Gujarat Board of Secondary and Higher Secondary Education દ્વારા ધોરણ 10 માં ગણિત વિષય અને ધોરણ-11 માં પ્રવેશ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ધોરણ 10 માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે. આ સિવાય ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ (Class-11 science stream) ગ્રુપ A,B અને ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. આ નિર્ણયનો લાભ વિદ્યાર્થીઓને 2024 -25 શૈક્ષણિક સત્રથી મળશે.
આ નિર્ણયનો ચાલુ શૈક્ષણિક સત્ર 2024-25 થી લઈ શકશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે પરિક્ષા સરળીકરણના ભાગરૂપે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરિક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થયેલ વિધાર્થી હવે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A અથવા ગ્રુપ-B અથવા ગ્રુપ-AB અથવા ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
વર્તમાન જોગવાઈ
- જે વિદ્યાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
- જે વિદ્યાર્થી ધોરણ-10 માં બેઝિક ગણિત રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ ‘A’ અથવા ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
- ધોરણ-10 માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં ‘A’ અથવા ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પણ કરી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં ‘A’ અથવા ‘AB’ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે.
જાણો નિયમ ફેરફારનો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓએ ધોરણ-10 બેઝિક ગણિત સાથે ઉત્તિર્ણ ઉમેદવારો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A માટે તેઓની ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. જે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેના અનુષાંગિક નિયમો બનાવવાના રહેશે. આ ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સિંગલ ફાઈલ પર સરકારની તા.11-06-2024 થી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.
સુધારેલી જોગવાઈ
જે વિધાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-A અથવા ગૃપ-B અથવા ગૃપ-ABમાં પ્રવેશ મેળવી શકશે. અથવા ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
મહત્વપૂર્ણ લિંક :
નોટીફિકેશન | અહીં ક્લિક કરો |
GSEB સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.