GSEB Purak Pariksha 2024: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા અંગે સામે આવી મોટી અપડેટ, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
GSEB Purak Pariksha 2024
GSEB તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 માની પરીક્ષા આપી હતી ત્યારબાદ હાલમાં જ તેમનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ રીઝલ્ટ માં જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે
બોર્ડની વેબસાઈટ પર મૂકાશે માહિતી
આ વર્ષે ધો.10 બોર્ડમાં 6,99,598 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 1,22,042 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, રિસીપ્ટ અને પેપરનો સમય સહિતની વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી સારા સમાચાર
GSEB બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે 12માં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે. આ નિર્ણયથી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જે નાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે. પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે.
ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા
ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષય સુધીની છૂટ આપી છે. એટલે કે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકાતી હતી. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.