GSEB School activity Calendar: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.
GSEB School activity Calendar:2024-25
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSEB) એ વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વાર્ષિક રજાઓ અને શાળા કાર્યની વિગતોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એચએસસી અને એસએસસીની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન છે.
9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે
નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજવામાં આવશે. તેમજ 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.
બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 31 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરિક્ષા 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરિક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે.
નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો
બીજું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે
NEET PG Exam: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે શિફ્ટમાં લેવાશે આ એક્ઝામ,જાણો ક્યારે
નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજા
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |