GSSSB: ગૌણ સેવા પસંદગી મંડળની ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવાને લઇને કરાઇ જાહેરાત

GSSSB Exam fee refund: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા બાદથી ઉમેદવારો ફી રિફંડ માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેમના માટે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે.

GSSSB ફી રિફંડને લઇને કરાઇ મહત્વની જાહેરાત

GSSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, 212/202324 CCEમાં હાજર રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી મળી હતી, તે જ એકાઉન્ટમાં ઇ-પેમેન્ટ દ્વારા રિફંડ જમા કરવામાં આવશે. આ રિફંડ મોડામાં મોડું 20 જૂન, 2024 સુધીમાં મળી જશે.

GSSSB Class 3 Preliminary Result

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાઈ હતી.

GSSSB ફી રિફંડને લઇને સચિવશ્રી હસમુખ પટેલે આપ્યુ નિવેદન

આ CCE ભરતીમાં 5 લાખ 819 ઉમેદવાર જેમાંથી 3.40 લાખ(66 ટકા)ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી છે.જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ફી રિફંડની કામગીરી શરૂ થઈ ગઈ છે.. ગ્રુપ B ની 30 સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય પરીક્ષા માટે આયોજન છે. ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા ઓકટોબર માસમાં યોજવા માટે આયોજન છે. ગ્રુપ A ની 1926 જગ્યાઓ માટે 13,482 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. ગ્રુપ B ની 3628 જગ્યાઓ માટે 25,396 હજારથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે.

GSSSB ક્લાસ-3ની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે ?

CCE ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1 એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ GSSSB પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. પરિણામ બાદ મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે.

ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે

CCE ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે 30 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ બી અને ગૃપ એનો સિલેબસ વેબસાઈટ પર મુકાયો છે તેમજ મેરીટ બનાવી પરિણામની જાહેરાત જૂલાઈમાં કરવામાં આવશે. ગ્રૂપ એમાં 1926 જગ્યાઓ સામે સાત ગણા એટલે કે 13482 ઉમેદવારોને મેરીટમાં સમાવાશે કરાશે. જ્યારે ગ્રૂપ બીમાં 3628 જગ્યા સામે 25396થી વધુ ઉમેદવારોને મેરીટમાં સમાવાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!