GSSSB Bharti 2024: શું તમે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.
GSSSB Bharti 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ ડ્રાઈવરની 117 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જે મુજબ વર્ગ-3ની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. આ માટે 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 સુધીમાં Ojas વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB Bharti 2024) |
પોસ્ટનું નામ | ફાયરમેન-કમ ડ્રાઈવર |
ખાલી જગ્યાઓ | 117 |
અરજી કરવાની શરુઆતની તારીખ | 16 ઓગસ્ટ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
પોસ્ટની વિગતે માહિતી
- પોસ્ટ નામ : ફાયરમેન-ડ્રાઈવર
શૈક્ષણિક લાયકાત
- HSC પાસ અથવા સરકાર દ્વારા મંજૂર સમકક્ષ લાયકાત.
- ITI ફાયરમેન કોર્સનું પ્રમાણપત્ર (6 મહિના અભ્યાસ).
- ફાયરમેન અથવા ડ્રાઈવર – પંપ ઓપરેટર પ્રમાણપત્ર.
- હેવી મોટર વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ.
શારીરિક ધોરણો
વર્ગ | ઊંચાઈ | વજન |
પુરુષ ઉમેદવારો માટે | 165 સેમી | 50 કિગ્રા |
મહિલા ઉમેદવારો માટે | 158 સેમી | 40 કિગ્રા |
૫ગાર ધોરણ:
રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ માટે ફાયરમેન-કમ-ડ્રાઈવર 5 વર્ષ માટે 26000 ફિક્સ પગાર મળશે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેન-કમ-ડ્રાઈવરને 3 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર મળશે.
ઉમર મર્યાદા
ઉમેદવારોની ઉમર 31-08-2024 સુધીમાં 18 થી 33 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં છુટછાટ નિયમ મુજબ આપવામાં આવશે.
અરજી ફી
વર્ગ | અરજી ફી |
બિન અનામત વર્ગ | ₹ 500 |
અનામત વર્ગ | ₹ 400 |
નોંધઃ પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
GSSSB Bharti ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં કેવીરીતે કરશો અરજી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ojas.gujarat.gov.in/ પર જવાનું રહેશે
- જ્યાં તમને online Application અથવા Apply બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ GSSSB વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે
- અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલા તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે
GSSSB Bharti અરજી કરવાની છેલ્લી તારીખ
અરજીઓ 16 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |