Gujarat Police Bharti Rejected List Delcalere 2024: પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર થઇ ગયું છે તો મિત્રો હવે તમે પણ જોઈ લો તમારું ફોર્મ તો રદ નથી થયું ને અત્યારેજ કરો ચેક આ ગુજરાત પોલીસ ભરતીની કુલ 12475 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રીયા થઇ ગઈ તેનાં રિજેક્ટ ફોર્મ હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઈ જેવી વિવિધ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવેલ જેને લઈને એક અગત્યના નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જે તમારે જાણવી જરૂરી છે.
Gujarat Police Bharti Rejected List Delcalere: પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર
મિત્રો ગુજરાત પોલીસ ભરતી 2024 ની કુલ 12474 જગ્યાઓ માટે ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 હતી જ્યારે તમામ ઉમેદવારો માટે પોતાની અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 07 મે 2024 હતી ત્યારબાદ અરજી ફી વિન્ડો બંધ થઈ ગયેલ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં અરજી ફી નથી ભરેલ તેઓના અરજી ફોર્મ રિજેક્ટ કરેલ છે અને તેઓનું લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. જેમાં કુલ રિજેક્ટ થયેલ ફોર્મની સંખ્યા 14365 છે. જેમણે અરજી ફી નથી ભરેલ, તો શું તમે આ લિસ્ટ તપાસ્યું કે નહીં. અને જો તમારું પણ આ લિસ્ટમાં નામ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થયેલ છે. તો જલ્દીથી તમે નીચે આપેલ લિન્કની મદદથી પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો.
Gujarat Police Bharti Rejected List Delcalere 2024- પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર જોવા માટેની લિંક
- પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર જોવા માટે અહીં ક્લિક કરો
Gujarat Police 2024 ફોર્મ રદ થયેલ છે તો શું કરવું?
મિત્રો, જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય એટલે કે 6 તારીખ પહેલા અરજી ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તમામ મિત્રોને જણાવવાનું કે તારીખ ૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં. જેથી કરીને કોઈપણ ઉમેદવારનું નામ લિસ્ટમાં છે અને તેણે અરજી ફી સમય મર્યાદા પહેલા ભરેલ છે તો જલ્દીથી ઉપરોક્ત સરનામે પોતાની ફી ની રસીદ તારીખ 25 મે 2024 સુધી મોકલી આપવા વિનંતી.
તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીની આ અગત્યની અપડેટ તમારા મિત્રો સાથે સેર કરો જેથી કરીને તેઓ પણ પોતાનું નામ ચકાસી શકે અને આ મોટી ભરતી ગુમાવવાનો વારો ના આવે. પોલીસ ભરતી અરજી ફોર્મ નું રિજેક્ટ લિસ્ટ જોવા માટે નીચે આપેલ લિંક મદદ લઈ શકો છો , આભાર.