Gujarat Weather Update 2024: રાજ્યના આ જિલ્લાઓમાં ફરી ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Weather Update 2024: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય બન્યું છે. છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે.

Gujarat Weather Update 2024

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે. વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના 60 ટકા જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે. .. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો છે.

આ જિલ્લામાં વરસાદનું એલર્ટ

Gujarat Weather Update 2024: અમરેલી, ભાવનગર, અમદાવાદમાં વરસાદનું યો એલર્ટ અપાયુ છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની વકી છે. આવતીકાલે ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી 113 જળાશયો સંપૂર્ણ ભરાયા

Gujarat Weather Update મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછુ પાણી સંગ્રહ થયું છે.

બીજી તરફ નવસારી શહેરમાં પૂર્ણ નદીએ શહેરને પાણીમાં ડુબાડી દીધું

શહેરના 3000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. શહેરની વિવિધ શાળાઓમાં અને વાડીઓમાં લોકોને રાખવામાં આવ્યા છે. શહેરની ટાટા બોયઝ સ્કૂલમાં સ્થળાંતરિત કરાયેલા ગધેવન અને વિદાયત નગર વિસ્તારના લોકોને સ્થળાંતરિત તો કરવામાં આવ્યા છે પરંતુ સહાય અને સુવિધા ના નામે મીંડું હોવાના કારણે લોકો આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

weather news: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ચાર જિલ્લામાં ઑરેન્જ, સાતમાં યલો ઍલર્ટ

અમદાવાદમાં રાતભર વરસ્યો વરસાદ

રાતભર વરસેલા વરસાદથી અમદાવાદના કેટલાક વિસ્તારો તરબોળ થયા છે. એસજી હાઈવે, ગોતા, સાયન્સસિટી સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી ઘટી છે. આજે પણ સવારથી અમદાવાદના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાટનગર ગાંધીનગર પાણી પાણી થયું છે. સોમવાર સાંજથી જ રાતભર ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસતો વરસાદ રહ્યો ગાંધીનગરમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!