HAL Recruitment 2024:હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) નોકરી કરવા માંગતા યુવાનો માટે શાનદાર તક છે. જે ઉમેદવાર ITI પાસ હોય, તે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
HAL Recruitment 2024:
ITI પાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ hal-india.co.in પર 31 ઓગસ્ટ 2024 સુધીમાં અરજી કરી શકે છે.
સંસ્થાનું નામ | હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL Recruitment 2024) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસની |
કુલ જગ્યા | 324 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ઓફિશ્યલ વેબસાઇટ | hal-india.co.in |
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવાર HALની આ ભરતી માટે અરજી કરી રહ્યાં છે, તે ઉમેદવાર NCVT/SCVT સંસ્થાન દ્વારા માન્યતા પ્રાપ્ત સંબંધિત ટ્રેડમાં ITI પાસ હોવા જોઈએ.
કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
2 વર્ષના સમયગાળાના ITI ટ્રેડ | 251 |
1 વર્ષના સમયગાળાના ITI ટ્રેડ | 73 |
કુલ | 324 |
HAL Recruitment વય મર્યાદા
અરજી કરવા માટે ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC વર્ગને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવી છે અને SC અને ST શ્રેણીઓને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
જે પણ HAL ભરતી 2024 માટે અરજી કરી રહ્યાં છે, તેને લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ફિઝિકલ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
અરજી ફી :
રજીસ્ટ્રેશન નંબર મળ્યા પછી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી લિંક કે ક્યુઆર કોડને સ્કેન કરીને Google ફોર્મ ઓપન કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
કેવીરીતે કરશો અરજી?
- ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઇટ NAPS પર જાઓ.
- અહીં રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
- હવે hal-india.co.in ની મુલાકાત લઈને અરજી કરો
- વિગતો દાખલ કરો અને દસ્તાવેજો અપલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |