Har Ghar Tiranga 2024: હર ઘર તિરંગા અભિયાન હેઠળ, વિનામૂલ્યે સર્ટીફીકેટ ડાઉનલોડ કરો

Har Ghar Tiranga 2024: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા 3.0’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 9 ઓગસ્ટથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જ્યારે ભારત તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.

Har Ghar Tiranga 2024

મોદી સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું ત્રીજી આવૃત્તિ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનમાં ભાગ લેનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. અહીં જાણો કે તમે તમારું હર ઘર તિરંગા અભિયાનનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

ઝુંબેશનું નામહર ઘર તિરંગા 3.0 (Har Ghar Tiranga 2024)
અન્ય નામઅમૃત કા અમૃત મહોત્સવ
દ્વારા શરૂ કરવામાં આવેલપ્રધાનમંત્રી
ઝુંબેશની તારીખ13 થી 15 ઓગસ્ટ 2024
નોંધણી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://harghartiranga.com/

Har Ghar Tiranga અત્યારે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારતના દરેક નાગરિકને વિનામૂલ્યે સર્ટીફીકેટ આપવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે ઘરે બેઠા બે મિનિટમાં મોબાઇલથી જ હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે ઓનલાઇન અરજી કરી શકાય.

Har Ghar Tiranga હર ઘર તિરંગા પ્રમાણપત્ર શું છે?

‘હર ઘર તિરંગા’ એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળનું એક અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બને છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.

હર ઘર તિરંગા પાત્રતા અને જરૂરી દસ્તાવેજો

  • દસ્તાવેજોના સંદર્ભમાં માત્ર ફોન નંબર જરૂરી છે.
  • નાગરિકે કાયમી ધોરણે ભારતમાં રહેવું જોઈએ.
  • વ્યક્તિએ પોતાનો ધ્વજ ધરાવતો એક ફોટો લેવો અને તેને ત્રણ દિવસ સુધી ઓનલાઈન પોસ્ટ કરવો જરૂરી છે.

PM મોદીએ વ્યાપક ભાગીદારી માટે આહ્વાન કર્યું

9 ઓગસ્ટના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લોકોને ભારતીય ધ્વજ સાથેની સેલ્ફી શેર કરવા અને તેમની પ્રોફાઇલ પિક્ચર ને તિરંગામાં બદલવા માટે કહ્યું.

“જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી # HarGharTiranga ને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ આવું કરીને આપણાં તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ. અને હા, તમારી સેલ્ફી harghartiranga.com પર જરૂરથી શેર કરો”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું છે.

દેશની આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું છે. દેશના સ્વાભિમાન,આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવવો એ હર દેશવાસી માટે ગૌરવ સમાન છે. આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે, આ રાષ્ટ્રધ્વજનું માનસન્માન જળવાય એનો પણ ખ્યાલ રાખવાની આપણા સૌની જવાબદારી છે. ધ્વજ કેવો હોવો જોઇએ ? તેનું માપ કેટલું હોવું જોઈએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેવાની સાથે તેના અમલ કરવામાં સરળતા રહેશે.

Har Ghar Tiranga: વોટ્સએપ ડીપી ફોટો અને સ્ટેટસમાં રાખવા માટે, A થી Z આલ્ફાબેટ વાળી ભારતીય ધ્વજ ન્યૂ સ્ટાઇલ ફોટોફ્રેમ શ્રેષ્ઠ એપ્સ

હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે લેપટોપના https://harghartiranga.com/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ અહી તમને “અપલોડ સેલ્ફી વિથ ફ્લેગ” નામનું વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહી તમારે તમારું નામ દાખલ કરવું પડશે.
  • નામ દાખલ થઈ ગયા બાદ તમારે તિરંગા સાથે સેલ્ફી લઇ, આ સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
  • નીચે એગ્રીનું બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ જશે.

હર ઘર તિરંગા અભિયાનના સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું? (How to Download Har Ghar Tiranga Certificate?)

  • હર ઘર તિરંગા સર્ટીફીકેટનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યાં બાદ ફરી હોમ પેજ પર આવો.
  • અહી તમને “હર ઘર તિરંગા સર્ટીફીકેટ” નામનું ઓપ્શન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ સર્ટિફિકેટનું પ્રિન્ટ આઉટનું વિકલ્પ આવી જશે.
  • અહી તમે “હર ઘર તિરંગા સર્ટીફીકેટ” ડાઉનલોડ કરી શકો છો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!