Indian Air Force Jobs: 10મી પાસ યુવાઓ માટે ઈન્ડિયન એર ફોર્સમાં નોકરી કરવાનો સારામાં સારો મોકો છે. અહીં અગ્નિવીર-વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિન-લડાક જગ્યાઓ ભરવામાં આવી રહી છે.અહીં જુઓ એપ્લિકેશન સાથે જોડાયેલી તમામ વિગતો
Indian Air Force Jobs
અગ્નિવીર-વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિન-લડાક જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને નોટિફિકેશન ચેક કરી શકો છો અને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
સંસ્થાનું નામ | ઈન્ડિયન એર ફોર્સ |
પોસ્ટ નામ | અગ્નિવીર-વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિન-લડાક |
કુલ પોસ્ટ્સ | ——– |
અરજી કરવાની છેલ્લી તારીખ | 02 સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | agnipathvayu.cdac.in |
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
Indian Air Force Jobs આ લોકો માટે છે વેકેન્સી
ઈન્ડિયન એરફોર્સની આ ભરતી નોન-કોમ્બેટેન્ટ પદો માટે છે, તેના માટે ઈચ્છુક ઉમેદવારો 2 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. નોટિફિકેશનના અનુસાર, આ વેકેન્સી માટે માત્ર અનમેરિડ મેલ કેન્ડિડેટ્સ જ અપ્લાય કરી શકે છે. એટલું જ નહીં પસંદ કરાયેલ ઉમેદવારને 4 વર્ષના પ્રારંભિક કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વય મર્યાદા
જે ઉમેદવારો 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 ની વચ્ચે જન્મ્યા હોય તે જ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, તમામ તબક્કાઓ પાસ કરનાર ઉમેદવારોની ઉંમર નોંધણીની તારીખથી મહત્તમ 21 વર્ષ હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજ
- 10મા ધોરણની માર્કશિટ
- પાસપોર્ટ આકારનો કલરિંગ ફોટો (6 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ)
- જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો માતા-પિતા દ્વારા હસ્તાક્ષરિત દસ્તાવેજ તેમજ જો અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો સ્વ-હસ્તાક્ષરિત રાજીનામું આપવું પડશે.
અરજીની ફી
- આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
પગારધોરણ
પસંદગીની પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી
- શારીરિક કસોટી
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
(How to Apply Online Indian Air Force Jobs 2024) કેવીરીતે કરશો અરજી?
- ઑફલાઇન મોડમાં અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- હવે તમામ વિગતો દાખલ કરીને કાળજીપૂર્વક અરજી ફોર્મ ભરો.
- પછી તમામ જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી એટેચ કરો.
- હવે નોટિફિકેશનમાં દર્શાવેલ નિયત સરનામે ફોર્મ મોકલો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |