ITBP Bharti 2024 : ITBP એ 10 પાસ યુવાનો માટે ભરતી નોટિફિકેશન બહાર પાડી છે. અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજી ITBPની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કરવાની રહેશે. ચાલો જાણીએ કે પસંદગી કેવી રીતે થશે.
ITBP Bharti 2024
દેશના સુરક્ષા દળોમાં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે શાનદાર તક છે. ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP)માં ગ્રુપ Cમાં કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.જે ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે, તે ITBPની સત્તાવાર વેબસાઇટ itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.
સંસ્થા નું નામ | ભારતીય તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ(ITBP Bharti) |
પોસ્ટ નામ | ITBPના ગ્રુપ Cમાં કોન્સ્ટેબલ |
કુલ જગ્યા | 819 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | itbpolice.nic.in |
ITBPની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે ઉમેદવારો આ નોકરી મેળવવા માંગે છે, તે 1 ઓક્ટોબર કે તે પહેલા અરજી કરી શકે છે. ITBPની આ ભરતી દ્વારા કુલ 819 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે સૌથી પહેલા નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો.
શૈક્ષણિક લાયકાત
- અરજદારોએ માન્યતા પ્રાપ્ત શાળામાંથી તેમનું 10મું ધોરણ પૂર્ણ કર્યું હોવું જોઈએ.
- તેઓએ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા માન્ય સંસ્થામાંથી ફૂડ પ્રોડક્શન અથવા કિચન સર્વિસમાં NSQF લેવલ-1 કોર્સ પૂરો કર્યો હોવો જોઈ
વય મર્યાદા
ITBPની આ ભરતી માટે જે પણ અરજી કરી રહ્યા છે, તેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. સાથે જ સરકારી માપદંડો અનુસાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને અન્ય અનામત સંબંધિત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
અરજીની ફી કેટલી છે?
શ્રેણીઓ | અરજી ફી |
જનરલ | રૂ. 100/- |
SC/ST | મુક્તિ |
ITBPમાં પસંદગી પ્રક્રિયા
જે ઉમેદવાર ITBPની આ ભરતી અંતર્ગત કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે, તેની પસંદગી નીચે આપવામાં આવેલી પ્રક્રિયામાંથી પસાર થયા પછી થશે.
- ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ
- ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ
- લેખિત પરીક્ષા
(How to Apply Online ITBP Bharti 2024) કેવીરીતે કરશો અરજી?
- ITBPના ગ્રુપ Cમાં કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://itbpolice.nic.in/ પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |