JEE Advanced Exam ની પરીક્ષા આજે,સેન્ટર પર જતાં પહેલાં જાણી લો આ 10 નિયમો, નહીં તો પાછળથી પસ્તાશો

JEE Advanced Exam2024: જેઈઈ એડવાન્સની પરીક્ષા 2024 નું આયોજન 26 મેના રોજ કરવામાં આવશે. પરીક્ષા પહેલાં જાણો આ દિવસે કયા નિયમોનું પાલન કરવું પડશે

JEE Advanced Exam 2024

જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન ફોર એન્જીનિયરિંગ એડવાન્સ (Joint Entrance Examination for Engineering Advanced) નું આયોજન 26મે ના દિવસે એટલે કે આજે બે દિવસ બાદ કરવામાં આવશે.એડમિટ કાર્ડ રિલીઝ થઇ ગયા છે અને ઉમેદવારની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. પરીક્ષા આપવા જતાં પહેલાં કેટલાક નિયમો વિશે જાણી લો જેથી તે દિવસે મુશ્કેલી ન પડે. તમારે સાથે શું લઇ જવાનું છે અને શું નહી.

JEE Advanced Exam આ નિયમોનું રાખો ધ્યાન

  • સૌ પ્રથમ એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી વિગતો તપાસો અને આપેલા નિયમો પર વિશેષ ધ્યાન આપો, ખાસ કરીને રિપોર્ટિંગનો સમય વગેરે
  • સમયસર કેન્દ્ર પર પહોંચો અને સોશિયલ ડિસ્ટેસિંગના તમામ નિયમોનું પાલન કરો.
  • એડમિટ કાર્ડ વેરિફિકેશનમાં સમય લાગી શકે છે, આ સમય દરમિયાન ધીરજ રાખો. તમારી સાથે અસલ માન્ય ફોટો ID પણ જરૂર લઇ જાવ.
  • PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કૉલેજ/સ્કૂલ ID, આધાર કાર્ડ વગેરેમાંથી કોઈપણનો ID કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • ટાઇમ જોવા માટે તમે સાદી ઘડિયાળ પહેરી શકો છો. સ્માર્ટ ઘડિયાળ અથવા ફેશનેબલ ઘડિયાળ ક્યારેય ન પહેરો.
  • તમારી સાથે કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ લઇ જશો નહી. કેલ્ક્યુલેટર, ઈયર ફોન, સેલ્યુલર ડિવાઈસ, હેલ્થ બેન્ડ જેવી કોઈ પણ વસ્તુ તમારી સાથે ન રાખો નહીં તો તમારે તેમને બહાર છોડી દેવા પડશે.
  • એડમિટ કાર્ડ સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે જરૂર રાખો.
  • ઘણા ફોલ્ડવાળા કપડાં પહેરીને જશો નહીં.
  • તમારી સાથે કોઈપણ પ્રકારની હેન્ડબેગ અથવા વોલેટ અથવા અન્ય કોઈપણ વસ્તુ સાથે ન રાખો.
  • કપડાં સાદા હોવા જોઈએ, ખૂબ ડિઝાઈન કરેલા ન હોવા જોઈએ અને ન તો ખૂબ ચુસ્ત કે ખૂબ ઢીલાં હોવા જોઈએ.
  • કોઈપણ પ્રકારની એક્સેસરી ન પહેરો, તમારા વાળમાં કોઈ ફેશનેબલ વસ્તુ ન પહેરો અથવા મોટા બેન્ડ પહેરશો નહીં. કોઈપણ પ્રકારની જ્વેલરી ન પહેરો.

એડમિટ કાર્ડ સાથે છેડછાડ કરશો નહીં

JEE Advanced Exam2024 જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે, NTAએ કહ્યું છે કે પરીક્ષા કેન્દ્ર પર પહોંચનારા વિદ્યાર્થીઓએ તેમના ID સાથે કોઈપણ રીતે ચેડાં ન કરવા જોઈએ. જો આઈડી અથવા એડમિટ કાર્ડ પર કોઈ સ્ક્રેચ અથવા માર્ક જોવા મળે છે, તો વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર જવાથી પ્રતિબંધિત કરી શકાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!