Kyrgyzstan Violence: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ભારત-પાક.ના વિદ્યાર્થીઓ ઉપર હુમલો, અનેક પાક. વિદ્યાર્થીઓનાં મોત થયાંનો દાવો
Kyrgyzstan Violence
Kyrgyzstanની રાજધાની બિશ્કેકમાં મોડીરાતે (17મે)ના રોજ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી છે. સ્થાનિક લોકો એ હોસ્ટેલમાં ઘૂસી ગયા, જ્યાં ભારતીય, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે.
વિદેશમંત્રી જયશંકરે કરેલું ટ્વીટ
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ આખા મામલા પર નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે 24*7 ઇમર્જન્સી નંબર 0555710041 જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિશ્કેકમાં 13મેના રોજ ઇજિપ્ત અને કિર્ગિઝ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો.
5 દિવસથી લોકડાઉનમાં છે ભારતીય વિદ્યાર્થીઓ
18 મે, 2024થી તમામ ભારતીય વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં કેદ છે. તેઓને રૂમની બહાર નિકળવાની મંજૂરી નથી. ઈન્ડિયન એમ્બેસી આ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેઓને ફ્લેટ કે હોસ્ટલની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતે પણ ડરના કારણે બહાર જઈ રહ્યા નથી. વિદ્યાર્થી રોહિત પંચાલે જણાવ્યું કે, તેના શિક્ષકો તેઓને પૂરો સહકાર આપી રહ્યાં છે.
પાટણના રાવ પરિવારનો દીકરો કિર્ગિસ્તાનમાં ભણે છે
કિર્ગિસ્તાનની રાજધાનીમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટે આખરે રૌદ્ર સ્વરૂપ પકડતા તોફાનો હુમલો થયાની ઘટના સતત વધી રહી છે. Kyrgyzstanમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાટણ સહિત અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ભારતના અંદાજે 14,500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે. જેમની સુરક્ષા પર મોટો ખતરો ઉભો થયો છે. પાટણના એક વિદ્યાર્થીનો પરિવાર ચિંતિત બન્યો છે. પાટણના તેજેન્દ્ર રાવ અને ઈન્દુબેન રાવનો દીકરો હાલ કિર્ગિસ્તાનમાં છે. તેમનો દિકરી કિર્ગિસ્તાનની કાન્સ સિટીમાં રહીને એમબીબીએસના છેલ્લાં વર્ષનો અભ્યાસ કરી રહ્યો છે.
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે હુમલા પર ચિંતા વ્યક્ત કરી
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે વિદ્યાર્થીઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાનના રાજદૂતને વિદ્યાર્થીઓને જરૂરી મદદ આપવાનું જણાવવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં પાકિસ્તાની દૂતાવાસે પણ વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.