Mukhya Mantri Matrushakti Yojana 2024: મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના શું લાભ થશે?, કોને મળશે આ સહાય, કેવીરીતે કરશો અરજી, ડૉક્યુમેન્ટ વગેરે જાણો

Mukhya Mantri Matrushakti Yojana 2024 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ રાજ્યની સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાના કલ્યાણ માટેની ગુજરાત સરકારની યોજના છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા 1 જૂન 2020 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

Mukhya Mantri Matrushakti Yojana 2024

રાજ્યની સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે માતાને શરૂઆતથી જ સક્ષમ બનાવવી જરૂરી છે. ભવિષ્યને સુરક્ષિત કરવા આરોગ્ય ઉમદા હોવુ જરૂરી હોય, આપણી રાજ્ય સરકાર મજબૂત ભવિષ્યનો પાયો નાંખવા આજથી જ પ્રયત્નશીલ છે.આજે આપણે Mukhya Mantri Matrushakti Yojana વિષે માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે અને શું મળશે એનાથી લાભ?

ભારત માં ઘણી સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર મળતો નથી, જેના કારણે માતા નું સ્વાસ્થ્ય બગડે છે અને સાથે પેટ માં રહેલા બાળક ની પણ તબિયત ખરાબ રહે છે. તેથી, સગર્ભા સ્ત્રી અને તેના બાળકને કુપોષણથી બચાવવા માટે,આ યોજના ગુજરાત સરકાર દ્વારા 1 જૂન 2020 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

Mukhya Mantri Matrushakti Yojana 2024 આ યોજના હેઠળ, મુખ્ય ધ્યાન સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર છે. કુલ 1000 દિવસનો સમયગાળો જે સ્ત્રીની ગર્ભાવસ્થાના 270 દિવસ અને તેના બાળકના જન્મ પછીના બે વર્ષ સુધીના 730 દિવસનો છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે, ત્યારે તેને પૌષ્ટિક આહારની સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે માત્ર પૌષ્ટિક આહાર મેળવવાથી જ તેને પોષણ મળે છે તેમ તેના બાળકોને પણ પોષણ મળે છે.

Mukhya Mantri Matrushakti Yojana 2024 કોને સહાય મળવાપાત્ર છે?

આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકની માતાને સહાય મળવાપાત્ર છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?

  • 2 કિલો ચણા દાળ
  • 2 કિલો તુવેર દાળ
  • 1 કિલો સિંગતેલ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે? – મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેતુ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો દ્વારા સરકાર એ ઉદ્દેશ્ય સાથે શરૂ કરી છે કે જ્યારે સ્ત્રીને ગર્ભાવસ્થાનો સમય આવે ત્યારે તેને પોષણયુક્ત આહાર મળી રહે, જેથી ન તો સગર્ભા સ્ત્રી કુપોષણનો ભોગ બને અને ન તો તેના પેટમાં રહેલું બાળક કુપોષણ નો શિકાર બને માટે શરૂ કરાઇ છે.

મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના લાભ અંગે જણાવી દઇએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓને દર મહિને ચણા, તેલ અને તુવેરની દાળ આપશે, જેના સેવનથી સગર્ભા સ્ત્રીને યોગ્ય પોષણ મળશે અને તેના બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Mukhya Mantri Matrushakti Yojana 2024ની યોજનાની પાત્રતા

  • ગુજરાતના કાયમી રહેવાસીઓ.
  • અરજદાર ગર્ભવતી મહિલા અથવા સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ.
  • અરજદાર ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ટેકો સોફ્ટવેરમાં નોંધાયેલ હોવું જોઈએ.
  • સગર્ભા સ્ત્રીઓને નોંધણીની તારીખથી પ્રસૂતિની તારીખ સુધીની વસ્તુઓ મફતમાં મળશે.
  • સ્તનપાન કરાવતી માતાની જેમ જ તેના બાળકના જન્મથી 2 વર્ષ સુધીની વસ્તુઓ મફતમાં મળશે.

માતૃશક્તિ યોજનાનામાંં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ગુજરાતનો રહેઠાણનો પુરાવો
  • આધાર કાર્ડ/બાળકનું જન્મ પ્રમાણપત્ર/હોસ્પિટલમાં દાખલ માહિતી
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે મોબાઇલ એપ્લિકેશનડાઉનલોડ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ?

  • સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે યોજના સતાવર વેબસાઇટ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમને સર્વિસ ના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાં તમને 4 ઓપ્શન દેખાશે
  1. સ્વ નોંધણી
  2. નોંધણી માં સુધારો
  3. નોંધણી ની રસીદ
  4. મોબાઈલ નંબર સુધારો
  • પછી તમારે અરજી કરવા માટે સ્વ નોંધણી પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં પછી તમે બધી માહિતી ભરી શકશો.

આવી અવનવી યોજના માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!