Namo-lakshmi And Namo-saraswati: ગુજરાત સરકાર દ્વારા આગામી શાળા પ્રવેશોત્સવના દિવસો દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સહાયનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવશે જેને લઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી
શિક્ષણ વિભાગ દ્વારા નમો સરસ્વતી અને Namo-lakshmi યોજનાની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તાની ચુકવણી માટેનો નિર્ણય કર્યો હોવાનું માહતી મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Namo Laxmi Yojana નમો લક્ષ્મી યોજના 2024
યોજનાનું નામ | ગુજરાત નમો લક્ષ્મી યોજના. |
શરૂ કરેલ વર્ષ | ૨૦૨૪. |
ક્યારે જાહેરાત કરવામાં આવી | 02/02/2024 |
શરૂ કરવામાં આવી | નાણામંત્રી કનુભાઈ દેસાઈ |
લાભાર્થીઓ | ધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે. |
લાભો | રૂ. ૫૦,૦૦૦/- ની શિષ્યવૃતિ ૪ વર્ષ માટે. ધોરણ ૯ અને ૧૦ માં દર વર્ષે રૂ. ૧૦,૦૦૦/-. ધોરણ ૧૧ અને ૧૨ માં દર વર્ષે રૂ. ૧૫,૦૦૦/-. |
નોડલ વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
આર્થિક સહાય | કુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન અથવા ઓફલાઇન |
Official Website | https://cmogujarat.gov.in/ |
નવા બજેટ માં કરવામાં આવી જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓ અને ધોરણ 11-12 સાયન્સનાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને 27 જૂનના રોજ પ્રથમ હપ્તાના રૂ. 85 કરોડની ચુકવણી કરવામાં આવશે. 27 જૂનના રોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. તેના પ્રથમ દિવસે જ બંને યોજનાના પ્રથમ હપ્તાની ચુકવણી પણ કરી દેવાશે. Namo-lakshmi મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ અંગે નિર્ણય લેવાયો છે.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત ધોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં ગુજરાત બોર્ડ અને અન્ય સંલગ્ન સ્કુલોના વિદ્યાર્થીઓને ધોરણ-11 માટે રૂ. 10 હજાર અને ધોરણ-12 માટે રૂ. 15 હજાર સહાય ચુકવાશે. નમો સરસ્વતી યોજનામાં અઢી લાખ વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તા પેટે રૂ. 19 કરોડ ચુકવવામાં આવશે.
નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત
વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ કન્યાઓ ધોરણ-12 સુધીનું શિક્ષણ મેળવે એ હેતુથી Namo-lakshmi ’ અને ‘નમો સરસ્વતી’ યોજના જાહેર કરાઈ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત ધોરણ- 9થી 12માં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન રૂ.50 હજારની સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ધોરણ-9 અને 10માં રૂ. 10–10 હજાર અને ધોરણ-11 અને 12માં 15-15 હજારની સહાય ચુકવાશે. Namo-lakshmi આ વિદ્યાર્થિનીઓને પ્રથમ હપ્તા પેટે રૂ. 66 કરોડની ચુકવણી કરવામાં આવશે.