Namo Laxmi Yojana 2024: ગુજરાતની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક સહાય પૂરી પાડવા સરકારે લોન્ચ કરી “નમો લક્ષ્મી યોજના

Namo Laxmi Yojana 2024: નમો લક્ષ્મી સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે.

Namo Laxmi Yojana 2024

કન્યા કેળવણી ખૂબ અગત્ય છે. એમાં પણ આજના યુગમાં તો એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે બજેટ દરમિયાન નામો લક્ષ્મી યોજનાની ઘોષણા કરાઇ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા સુધીમાં સરકાર તરફથી કુલ, 50,000 રૂપિયાની સહાય કરાશે.

Namo Laxmi Yojana પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચુકવવાનો

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના 2024 અંતર્ગત મળી ગઈ હશે.

યોજનાનું નામગુજરાત નમો લક્ષ્મી યોજના.
શરૂ કરેલ વર્ષ૨૦૨૪.
ક્યારે જાહેરાત કરવામાં આવી02/02/2024
શરૂ કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ
લાભાર્થીઓધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે.
લાભોરૂ. ૫૦,૦૦૦/- ની શિષ્યવૃતિ ૪ વર્ષ માટે.
ધોરણ ૯ અને ૧૦ માં દર વર્ષે રૂ. ૧૦,૦૦૦/-.
ધોરણ ૧૧ અને ૧૨ માં દર વર્ષે રૂ. ૧૫,૦૦૦/-.
નોડલ વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
આર્થિક સહાયકુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઇન
Official Websitehttps://cmogujarat.gov.in/

ઋષિકેશ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું

ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

નમો લક્ષ્મી સ્કીમ નો હેતુ

Namo Laxmi Yojana શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રો

  • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
  • માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
  • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.

આ પણ વાંચો : આજથી ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,બાળકોનો કલરવ ગૂંજશે

Namo Laxmi Yojana જરૂરી દસ્તાવેજો

ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ/ નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે

  • ગુજરાતનો નિવાસસ્થાન/ રહેઠાણનો પુરાવો.
  • આધાર કાર્ડ.
  • જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
  • આવકનું પ્રમાણપત્ર.
  • મોબાઇલ નંબર.
  • બેંક ખાતાની વિગતો.
  • શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.
  • માતા-પિતાનું આધાર કાર્ડ.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!