NCL Recruitment 2024: સરકારી નોકરીઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ કેટલીકવાર સંપૂર્ણ માહિતીના અભાવને કારણે, ઘણા ઉમેદવારો અરજી કરી શકતા નથી.
NCL Recruitment 2024
આજે અમે તમને ભારત સરકાર હેઠળ NCL માં ભરતી વિશે જણાવી રહ્યા છીએ. ઘણી બધી પોસ્ટ માટે નોકરીઓ ઉપલબ્ધ છે, જેના માટે કોઈ તેની સત્તાવાર વેબસાઇટ NCL.in પર જઈને અરજી કરી શકે છે.
જો તમે CSIRમાં નોકરીકરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. તેના માટે CSIR હેઠળ આવતીનેશનલ કેમિકલ લેબોરેટરી (NCL) એ સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ અને પ્રોજેક્ટ એસોસિયેટ-Iના પદ માટે ભરતી બહાર પાડી છે. જે પણ ઉમેદવારો આ પદ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ સત્તાવાર વેબસાઈટ ncl-india.orgના માધ્યમથી અરજી કરી શકે છે. CSIR-NCLના આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
NCLમાં નોકરી મેળવવા માટેની યોગ્યતા
- સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ- જે પણ ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે 4 વર્ષનો અનુભવ/એમ.ટેક સાથે 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- પ્રોજેક્ટ એસોસિયેટ-I- ઉમેદવારો પાસે 2 વર્ષના અનુભવ સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
- સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ – 40 વર્ષ
- પ્રોજેક્ટ એસોસિયેટ-I- 35 વર્ષ
NCLમાં પસંદગી થવા પર મળશે આટલો પગાર
- સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ – 42000 રૂપિયા + HRA
- પ્રોજેક્ટ એસોસિયેટ-I- 25,000 રૂપિયાથી 31,000 રૂપિયા
NCL માટે આવી રીતે કરો અરજી
જે પણ ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માટે ઈચ્છુક અને યોગ્યતા ધરાવે છે તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી ની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.