NEET UG Result 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ નીટ યુજી રિઝલ્ટ જાહેર કહ્યું છે. નીટ યુજી રિઝલ્ટ લિંક NTAની ઓફિશિયલ વેબસાઈટ મળશે.
NEET UG Result 2024
NTAએ NEET UG રિઝલ્ટ 2024નું રીઝલ્ટ જાહેર કર્યું છે. NEET UG રિઝલ્ટ 14 જૂન,2024ના રોજ જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવતું હતું. તે પ્રમાણે 10 દિવસ પહેલા NEET UG રિઝલ્ટ NTAની ઓફિશિયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET પર જાહેર કર્યું છે. આ વર્ષે મેડિકલ કોલેજમાં MBB, BDSમાં એડમીશન લેવા માટે વિદ્યાર્થીઓ NEET UG 2024 રિઝલ્ટ ચેક કરી શકે છે.
NEET UG અંતિમ આન્સર કી અને પરિણામ જાહેર
NTA એ 29 મેના રોજ NEET UG ની પ્રોવિઝન આન્સર કી બહાર પાડી હતી, ત્યારબાદ ઉમેદવારોને તેની સામે વાંધો ઉઠાવવા માટે 01 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. NTA એ NEET UG ની ફાઈનલ આન્સર કી આજે 04 જૂને બહાર પાડી હતી, જેના પછી પરિણામ પણ આજે જ જાહેર કરવામાં આવ્યું છે.
રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- NEET UG રિઝલ્ટ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET પર જાય.
- હોમ પેજ પર NEET UG રિઝલ્ટ લિંક 2024 પર ક્લિક કરો.
- ત્યાં પોતાની ડિટેઈલ્સ ફિલ કરો.
- NEET UG રિઝલ્ટ જોઈને ડાઉનલોડ કરી લો.
NEET UG રિઝલ્ટ કેન્સલ થઈ શકે છે?
NEET UG પરિક્ષા 5 મે 2024ના રોજ લેવામાં આવી હતી. આ વર્ષે રાજસ્થાન સવાઈ મોધોપુરમાં આવેલ એક પરીક્ષા કેન્દ્ર પર NEET UGનું પેપર લીક થવાની માહિતી મળી હતી. આ મામલે તપાસ કરતા તેનું કનેક્શન બિહાર સાથે જોડાયેલ છે. આ ઘટનામાં સામેલ અપરાધી સામે એક્શન લેવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરી લેવાની માંગ કરી છે. આ પર NTAએ કોઈ જવાબ નથી આપ્યો. પરંતુ એટલું તો નક્કી છે કે અપરાધી વિદ્યાર્થીઓનું રીઝલ્ટ રદ કરવામાં આવ્યું છે.