NEET પેપર લીક કેસમાં CBI તપાસના આદેશ બાદ, સૂત્રોને ટાંકીને સમાચાર છે કે ED ટીમ પણ કેસની તપાસ કરી શકે છે. આ કેસમાં તમામ આરોપીઓ અને શકમંદોના નાર્કો ટેસ્ટ અને બ્રેઈન મેપિંગની પણ માંગણી થઈ શકે છે.
NEET-UG Paper Leak: 2024
નીટ પેપર લીક મામલે દેશના વિવિધ રાજ્યો સાથે ગુજરાત કનેકશન સામે આવ્યા બાદ સીબીઆઈ દ્વારા આણંદ, અમદાવાદ, ગોધરા અને વડોદરા સહિત સાત સ્થળો પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીઓના ઘરે અને ઓફિસોમાં CBI દ્વારા મોટા પ્રમાણમાં શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં રોકડ પણ મળી આવી હતી.
NEET પેપરલીક કૌભાંડમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું
NEET પેપરલીક કૌભાંડમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું છે. જેના પગલે CBIએ ગોધરા, આણંદ, અમદાવાદ, ખેડા અને સુરતમાં દરોડા પાડીને તપાસનો દોર જારી રાખ્યો છે. આ તરફ, એવી જાણકારી મળી છે કે, ગોધરામાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ જ સમગ્ર NEET પેપરલીક કૌભાંડનું એપી સેન્ટર છે.
Gujarat Monsoon: વરસાદ આ જિલ્લાઓમાં કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Sankat Mochan Yojana 2024:રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના લાભ કોને મળવા પાત્ર છે,વાંચો સંપૂર્ણ માહિતી
પરીક્ષાર્થીઓ પાસેથી કોરા ચેક એડવાન્સ પેટે લેવાયા હતા
NEET પેપર લીક કૌભાંડનો મામલો છે ક કોર્ટ સુધ પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે સબ સલામત હે ના રટણ રટ્યા હતાં. જો કે, આ કૌભાંડની તપાસ કરનારાં ડીવાયએસપીની તપાસની એફિડેવિટમાં ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો છે કે, નીટની પરિક્ષામાં વિદ્યાર્થીઓને સારા ટકા મેળવવા માટે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યુ છે. પરીક્ષામાં ચોક્કસ વિદ્યાર્થીઓને એવી સૂચનામાં આપવામાં આવી હતી કે, પરીક્ષા માટે સેન્ટર પસંદ કરવાનું ઓપ્શન અપાય તો તેમાં ગોધરામાં જય જલારામ સ્કૂલ ગુજરાતી મિડીયમ સેન્ટર જોઈએ તેની માંગ કરવી. આ કારણોસર ચોક્કસ વિદ્યાર્થીઓએ જલારામ સ્કૂલનુ પરીક્ષા સેન્ટર પસંદ કર્યું હતું. એવી પણ માહિતી બહાર આવી છે કે, વિદ્યાર્થીઓને જલારામ સ્કૂલના સંચાલકોએ એવી સૂચના આપી હતી કે, જે જવાબ આવડે તેના પર ટીક કરજો. પણ જે પ્રશ્નનો જવાબ ન આવડે તે જગ્યા ખાલી રાખજો. સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી કોરા ચેક અને 10 લાખ રૂપિયા એડવાન્સમાં લેવાયા હતાં.