PGVCL JOBS 2024: ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવીઝનમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 10 થી 12 સપ્ટેમ્બર 2024સુધીમાં અરજી સબમિટ કરી શકે છે.
PGVCL JOBS 2024
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) એ 2024 માટે એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેનીઝની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી અંતર્ગત કુલ 668 જગ્યાઓ ઉપલબ્ધ છે. ઉમેદવારો માટેની મહત્વપૂર્ણ વિગતો જેમ કે ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ફી, અને અરજી કઈ રીતે કરવી તે નીચે આપવામાં આવેલ છે.
સંસ્થાનું નામ | પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેનીઝ |
કુલ પોસ્ટ્સ | 668 |
નોકરીનું સ્થાન | સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 થી 12 સપ્ટેમ્બર 2024 |
શૈક્ષણિક લાયકાત
- અરજીકર્તાએ માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિત તાલિમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઈલેક્ટ્રિશિયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ. માન્યતા પ્રાપ્ત બોર્ડ માંથી નિયમિત મોડમાં 10મા ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
વયમર્યાદા
PGVCLની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ આ ભરતીમાં આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પર ભરતી?
પગારધોરણ
PGVCLની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને ભારતીય બંધારણના એપ્રેન્ટિસશિપ અધિનિયમ, 1961 મુજબ સ્ટાઇપેન્ડચુકવવામાં આવશે.
અરજી કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે?
(How to Apply Online PGVCL JOBS 2024) કેવીરીતે કરશો અરજી?
- આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.pgvcl.com છે.
- આ વેબસાઈટ પર ગયા પછી “રિક્રુટમેન્ટ” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે જાહેરાતનો ડાઉનલોડ ઓપ્શન જોવા મળી જશે એના ઉપર ક્લિક કરો જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસી લો.
- જો તમે લાયકાત ધરાવો છો તો જાહેરાતમાં આપેલ વિવિધ પરીક્ષા સ્થળોમાંથી તમારા નજીકના પરીક્ષા સ્થળે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પરીક્ષાની તારીખે હાજર રહો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |