Railway Vacancy 2024: ભારતીય રેલવેમાં ટેકનિકલ પોસ્ટ માટે બમ્પર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા જુનિયર એન્જિનિયર માટે 7951 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Railway Vacancy 2024
એન્જિનિયરિંગ ડિપ્લોમા કરી રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છુકો માટે મહત્ત્વના સમાચાર છે. રેલવેએ જેઈ કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ સહિત વિવિધ પદ પર ભરતી જાહેર કરી છે. આ પદ માટે આજથી 30 જુલાઈથી અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઇચ્છુક ઉમેદવારો રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પરથી અરજી કરી શકાશે.
આરઆરબી જૂનિયર એન્જીનિયર ભરતી 2024 માટે ઓનલાઈન અરજી બાદ એપ્લીકેશન ફોર્મમાં કરેક્શન માટે 30 ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી મોકો મળશે. આ ભરતીનું નોટિફિકેશન રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે 27 જૂલાઈએ જાહેર કર્યું હતું.
સંસ્થાનું નામ | રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (Railway Vacancy 2024) |
પોસ્ટ નામ | જૂનિયર એન્જીનિયર |
કુલ જગ્યા | 7951 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 ઓગસ્ટ 2024 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | rrbapply.gov.in |
શૈક્ષણિક લાયકાત
સિવિલ, મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
અરજદારની વય મર્યાદા 18થી 26 વર્ષની હોવી જોઈએ. તેમાં ઓબીસી વર્ગ માટે 3 વર્ષ અને એસસી અને એસટી કેટેગરીમાં 5 વર્ષની છૂટ મળે છે.
અરજીની ફી
આરઆરબી જૂનિયર એન્જીનિયર ભરતી માટે અરજી ફી 500 રૂપિયા છે. જો કે એસસી, એસટી, આર્થિક રીતે નબળા અને તમામ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે.
કેટલી મળશે સેલરી
રેલવેમાં જૂનિયર એન્જીનિયર પદ પર ભરતી થયા બાદ સેલરી 35 હજાર 400 રૂપિયા મહિને મળશે. આ બેસિક સેલરી છે. સાથે જ કેટલાય પ્રકારની સુવિધા અને ભથ્થા મળશે.
પસંદગીની પ્રક્રિયા
RRB Technical Recruitment 2024 અરજદારોની પસંદગી બે તબક્કામાં સીબીટી પરીક્ષાના માધ્યમથી થશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બાદમાં મેડિકલ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ નોકરી પર હાજર થવાનું રહેશે.
(How to Apply Online Railway Vacancy 2024) કેવીરીતે કરશો અરજી?
- આરઆરબીની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે rrbapply.gov.in પર જવાનું રહેશે
- અપ્લાય પર ક્લિક કરી એકાઉન્ટ ક્રિએટ કરો. બાદમાં લોગઇન કરી અરજી ફૉર્મ ભરો.
- અરજી ફૉર્મમાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી જમા કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |