Regarding getting Admission on reserved space – Admission to Class-11 Science stream from the new academic session: નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે સંબંધિત વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ મેળવવા બાબત વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. આ વખતે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે સંબંધિત વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ મેળવવા માટેની તારીખો જાહેર કરી દીધી છે જેમાં પ્રવેશ ફોર્મ વિતરણ તારીખ, પ્રવેશ ફોર્મ સ્વીકારવાની તારીખ, કેમ્પની તારીખ અને વિદ્યાર્થીઓને ફાળવેલ શાળામાં ફી ભરવાની તારીખો જાહેર કરાઇ જેના વિશે આપણે જાણકારી મેળવીશું.
Admission – માહે: જૂન-2024 થી ની નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે સંબંધિત વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ મેળવવા માટે નક્કી કરેલ સ્થળથી (જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાટણ) પ્રવેશ ફોર્મ મેળવવાનું રહેશે તથા ભરેલ પ્રવેશ ફોર્મ ત્યાં જ સ્વીકારવામાં આવશે.
Admission on reserved space- વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ મેળવવા બાબત
ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ માટેની યાદી તૈયાર કરતી વખતે મુખ્ય પાંચ વિષયો તેમજ ત્રણ વિષયો બંનેમાંથી વધુ મેળવેલ ગુણને ધ્યાનમાં લઈ તેમજ (1) જે વિદ્યાર્થીએ ધો.10 ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધો.11 માં વિજ્ઞાન પ્રવાહમાં “B’’ ગૃપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ ‘’A’’ અથવા ‘’AB’’ ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહિ અને (2)ધો.10 માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં ‘’A’’ અથવા ‘’AB’’ પ્રવેશ મેળવવા માંગતા હોય જૂલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં ‘’A’’ અથવા ‘’AB’’ પ્રવેશ મેળવી શકશે.
નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં Admission. – આ ઉપરાંત CBSE બોર્ડમાં જે વિદ્યાર્થીઓ ધો.10 માં મેથેમેટીક્સ બેસીક સાથે પાસ કરેલ હોય તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધો.11 વિજ્ઞાનપ્રવાહમાં, ‘’B’’ ગૃપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ ‘’A’’ અથવા ‘’AB’’ ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહિ. ફોર્મ વિતરણ તથા સ્વીકારવાનો સમય સવારના 11.00 કલાકથી 5.00 કલાક સુધીનો રહેશે. અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે આ ફોર્મ ભરવું ફરજીયાત છે.
વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ મેળવવા બાબતે અગત્યની તારીખો: Admission Date
- વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ ફોર્મ વિતરણની તા.27.05.2024 થી 31.05.2024.
- વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર પ્રવેશ ફોર્મ સ્વીકારવાની તા.01.06.2024 થી 07.06.2024.
- વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર કેમ્પની તા.10.06.2024.
- વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ઉપર અનામત વર્ગના વિદ્યાર્થીઓને ફાળવેલ શાળામાં ફી ભરવાની તા.13.06.2024 થી તા.15.06.2024 નક્કી કરવામાં આવી છે તેવું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પાટણની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
- સ્થળઃ જેમકે … જિલ્લા શિક્ષણા ધિકારી કચેરી, પાટણ જેવીજ રીતે અન્ય જિલ્લામાંં પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ફોર્મ જમા કરાવવાના રહેશે.