RRB NTPC Recruitment 2024: ગ્રેજ્યુએટ કેટેગરી હેઠળ કુલ 8113 જગ્યાઓ ભરવામાં આવશે. અંડરગ્રેજ્યુએટ કેટેગરીમાં કુલ 3445 જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને કુલ 11588 જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે.
RRB NTPC Recruitment 2024
ભારતીય રેવલેની સૌથી મોટી ભરતી માટે RRB NTPCનું નોટિપિકેશન જાહેર થઈ ગયું છે. આ ભરતી અંતર્ગત રેલવેમાં 11588 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રેલવેમાં નોકરી કરવા માંગતા ગ્રેજ્યુએટ યુવાનો માટે સુવર્ણ તક છે. આ માટે ઓનલાઇન અરજી રેલવે ભરતી બોર્ડ અનુસાર કરવાની રહેશે. અરજી પ્રક્રિયા શરૂ થતાં જ તમે રેલવેની સત્તાવાર વેબસાઈટ https://indianrailways.gov.in/ પર જઈને અરજી કરી શકો છો.
રેલવે ભરતી બોર્ડે રોજગાર સમાચાર પત્રમાં RRB NTPC ભરતી 2024નું શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે, ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજીની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2024 છે. જ્યારે અંડર ગ્રેજ્યુએટ (12 પાસ) લેવલની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 21 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી ચાલશે.
શૈક્ષણિક લાયકાત
RRB NTPCની સ્નાતકની ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. આ સાથે, અંડરગ્રેજ્યુએટ ખાલી જગ્યા માટે તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 + 2 પરીક્ષા પાસ કરી હોય. સ્નાતકની ખાલી જગ્યા માટે વય મર્યાદા 18 થી 36 વર્ષ છે અને અંડરગ્રેજ્યુએટ ખાલી જગ્યા માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ છે.
વય મર્યાદા
ગ્રેજ્યુએટ લેવલ જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 36 વર્ષ અને 12મા લેવલની જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ છે. અનામત કેટેગરી માટે ઉમેદવારોની વય મર્યાદામાં નિયમાનુસાર છૂટ આપવામાં આવશે.
અરજીની ફી કેટલી છે?
જનરલ | 500 રૂપિયા |
SC/ST, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર અને અલ્પસંખ્યકો કે આર્થિક રીતે પછાત વર્ગના (EBC) ઉમેદવારો | 250 રૂપિયા |
સીબીટી પરીક્ષામાં સામેલ થયા પછી બેન્ક ચાર્જ વસુલીને બાકીની ફી પરત મળી જશે.
(How to Apply Online RRB NTPC Recruitment 2024 ) કેવીરીતે કરશો અરજી?
- RRB NTPC Recruitmentની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે rrbapply.gov.in પર જવાનું રહેશે
- અપ્લાય પર ક્લિક કરી એકાઉન્ટ ક્રિએટ કરો. બાદમાં લોગઇન કરી અરજી ફૉર્મ ભરો.
- અરજી ફૉર્મમાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી જમા કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |