Rukmani Riar: 6 ધોરણમાં ફેલ, પ્રથમ પ્રયાસમાં બની IAS, જાણો કોણ છે ,વાંચો IASની Success Story

Rukmani Riar ias 2024: ઘણીવાર અપેક્ષિત પરિણામ ન મળવાથી બાળકો હતાશ થઈ જતા હોય છે, પણ એક પરિણામ હતાશાનું સ્પીડબ્રેકર નહીં પણ માર્ગદર્શક બનતું હોય છે. આ વાત IAS ઓફિસર રૂકમણી રિયારએ યથાર્થ સાબિત કરી છે.

Rukmani Riar ias 2024

તાજેતરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. વિદ્યાર્થીઓ માટે આ બંને પરીક્ષા મહત્વના પડાવ માનવામાં આવે છે. પરિણામ સાથે એડમિશન માટેની તૈયારીઓ શરૂ થાય છે. દરેક વિદ્યાર્થી ઇચ્છિત પરિણામ હાંસલ કરી શકતો નથી. ઘણીવાર અપેક્ષિત પરિણામ ન મળવાથી બાળકો હતાશ થઈ જતા હોય છે પણ એક પરિણામ ઉજ્જવળ કારકિર્દીનું સ્પીડબ્રેકર નહીં પણ માર્ગદર્શક બનતું હોય છે. આ વાત IAS ઓફિસર રૂકમણી રિયારએ યથાર્થ સાબિત કરી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો હાજર રહે છે. આમાંથી અમુકને જ સફળતા મળે છે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા દરેક ઉમેદવારને ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે. તેમની સ્ટોરી લાખો યુવાનોને પ્રેરણા આપે છે. IAS ઓફિસર રૂકમણી રિયારની પણ આવી જ કહાની છે.

Rukmani Riar 2011 બેચના IAS અધિકારી

રૂકમણી રિયાર 2011 બેચના IAS અધિકારી છે. તેણે પહેલા જ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી. આ સાથે, તે તેની બેચમાં AIR 2 મેળવીને સમગ્ર દેશમાં બીજી ટોપર બની હતી. જો કે તેની સફળતા પાછળની સ્ટોરી ઘણી રસપ્રદ છે.

ધોરણ 6માં થઈ હતી ફેલ

એક ઈન્ટરવ્યુમાં રુકમણીએ કહ્યું કે, તે સ્કૂલમાં એવરેજ સ્ટુડન્ટ રહી છે. તેણે ગુરદાસપુરમથી શાળાનો અભ્યાસ કર્યો. ચોથા ધોરણમાં સેક્રેડ હાર્ટ સ્કૂલ, ડેલહાઉસીમાં એડમિશન લીધું. તે એક વખત ધોરણ 6માં પણ ફેલ થઈ હતી.

આ પણ વાંચો: Namo-lakshmi And Namo-saraswati: નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

કોચિંગ વગર બની UPSC ટોપર

UPSC જેવી પરીક્ષાઓ માટે લાખો રૂપિયાનું કોચિંગ કરે છે, ત્યારે રૂકમણી રિયારે સેલ્ફ સ્ટડી દ્વારા આ પરીક્ષા પાસ કરી. વર્ષ 2011ની યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં રૂકમણીએ બીજો ક્રમ મેળવ્યો હતો. UPSC ની તૈયારી કરનારાઓને સલાહ આપતા, રૂકમણી કહે છે કે સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે, ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમને સારી રીતે વાંચો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!