Samras Hostel Admission Open 2024: સમરસ હોસ્ટેલમાં વિનામૂલ્યે મળશે રહેવા જમવા અને ભણવાની સુવિધા, શરૂ થઈ ગયા છે એડમિશન

Samras Hostel Admission Open 2024: ગુજરાતમાં વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ બહારગામ થી શહેરમાં ભણવા આવતા હોય છે આવી સ્થિતિમાં બહારગામ થી શહેરમાં કોલેજોને ઉચ્ચ અભ્યાસ માટે આવતો વિદ્યાર્થીઓ માટે હવે રહેવાની એ પણ મફતમાં સુવિધા આપતી સમરસ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે

Samras Hostel Admission Open 2024

ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 2016માં સમરસ છાત્રાલયોની સ્થાપના કરી હતી. Samras Hostel હાલમાં ગુજરાતના 11 જિલ્લાઓમાં 20 છાત્રાલયો કાર્યરત છે, જેમાં 12,000 થી વધુ પુરૂષ અને સ્ત્રી વિદ્યાર્થીઓને સમાવી શકાય છે. આ છાત્રાલયો SC/ST/OBC અને EBC વિદ્યાર્થીઓને યોગ્યતાના આધારે પ્રવેશ આપે છે, સ્નાતક અને અનુસ્નાતક બંને નિયત અભ્યાસક્રમો માટે મફત પ્રવેશ, બોર્ડ અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. તમે આ યોજના માટે ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન અરજી ભરી શકો છો.

યોજનાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી છાત્રાલય પ્રવેશ
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારે
ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશનો આધારમેરીટના ધોરણે
છાત્રાલયોની કુલ સંખ્યા 20
સત્તાવાર વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

Samras Hostel સમરસ હોસ્ટેલનો હેતુ

ગુજરાતના દૂરના, અંતરિળાય અને જંગલીય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની તફલીફ સર્જાય છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને રાજ્યના અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગ(EBC) વિદ્યાર્થીઓને મફતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

Samras Hostel આવક મર્યાદા

ગુજરાતમાં Samras Hostelમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએટલે કે છોકરાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ છે

સમરસ હોસ્ટેલના એડમિશન માટે જરૂરી દસ્તાવેજ

સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં રહેવા માટે નિશ્ચિત ધારા-ધોરણ નક્કી કરેલા છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.

શાળા છોડવાના પ્રમાણપત્રની નકલ
છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
જાતિના દાખલાની નકલ
આવકના દાખલાની નકલ
આધાર કાર્ડની નકલ
વિદ્યાર્થી અંધ અપંગ હોય તો તેનું પ્રમાણ પત્ર (સક્ષમ અધિકારીનું)
વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું)
જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધારો
પાસપોર્ટ સાઈઝનો ફોટો
એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ
ચારિત્ર સર્ટિફિકેટ
ચારિત્ર સર્ટિફિકેટ

Samras Hostel 2024માં ક્યા-ક્યા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

Samras Hostel નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં નીચે દર્શાવેલ જિલ્લાઓની સમસર હોસ્ટેલ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

ગાંધીનગર
અમદાવાદ
હિંમતનગર
પાટણ
ભુજ
આણંદ
ભાવનગર
વડોદરા
સુરત
રાજકોટ
જામનગર

આ પણ વાંંચો PM Surya Ghar Yojana 2024:પીએમ સૂર્ય ઘર યોજના માં સબસિડી થી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન સુધી,સંપૂર્ણ માહિતી

આ પણ વાંંચો Ikhedut Portal: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

સમરસ હોસ્ટેલના એડમિશન માટે નિયમો

 • ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
 • સરકારશ્રી દ્વારા નક્કી કરેલા સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
 • Samars hostel માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
 • Samaras Chhatralay માં સ્નાતક/અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં New Admission લેવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
 • સમરસ છાત્રાલયોમાં લાભ મેળવવા માટે મહત્ત્મ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
 • 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
 • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ online arji કરી શકશે નહિ.
 • જેઓ સ્લમ, કાચા મકાન,ઝુંપડપટ્ટી, તંબુ વસાહત, ગંદા વિસ્તારમાં રહેતા હોય તો તેવા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.
 • સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
 • Diploma બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
 • ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
 • Samras Hostel Admission લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં વ્યકિતગત રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.

સમરસ હોસ્ટેલના એડમિશન ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

સમરસ હોસ્ટેલના એડમિશન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

 • ગૂગલમાં “સમરસ હોસ્ટેલ” ટાઈપ કરો.
 • સમરસ છાત્રાલયની સત્તાવાર વેબસાઇટ ખોલો.
 • સત્તાવાર વેબસાઇટ પર “છાત્રાલય ઓનલાઇન પ્રવેશ” પર ક્લિક કરો.
 • જો તમે નવા અરજદાર છો અને વેબસાઈટ પર નોંધણી કરાવી નથી, તો નવું રજીસ્ટ્રેશન બનાવવા માટે “સમરસ હોસ્ટેલ રજીસ્ટ્રેશન ફોર સ્ટુડન્ટ” પર ક્લિક કરો.
 • જો તમે અગાઉ નોંધણી કરાવી હોય, તો તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો.
 • જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અને તૈયાર કર્યા પછી “I Agree Rule & Regulation” પર ક્લિક કરીને નિયમો અને નિયમો સાથે સંમત થાઓ.
 • તમારી વ્યક્તિગત વિગતો ભરો, જેમ કે નામ, સરનામું, લિંગ અને જાતિ.
 • “શિક્ષણ વિગતો” વિભાગમાં તમારી શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો દાખલ કરો.
 • કોઈપણ અન્ય જરૂરી વિગતો પ્રદાન કરો.
 • જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
 • અંતે, ઘોષણા પૂર્ણ કરો, જે તમામ વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલયના નિયમો સાથે સંમત થવું ફરજિયાત છે.
હોસ્ટેલમાં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટેઅહીં ક્લિક કરો.
ઓફિશ્યલ વેબસાઈટઅહીં ક્લિક કરો.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!