Scholarship Yojana: દેશમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રસ ધરાવે છે પરંતુ આર્થિક તંગી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી મેળવી શકતા આવા સંજોગોમાં ઘણી બધી સંસ્થાઓ અને કંપનીઓ છે જેના માધ્યમથી સારો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે સ્કોલરશીપની સહાયતા આપતા હોય છે
Atal Bihari Vajpayee Scholarship 2024
12મું પાસ કર્યા બાદ હવે હાયર એજ્યુકેશનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. કેન્દ્ર સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં 12મું પાસ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. આમાં અપ્લાય કરવા માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ- a2ascholarships.iccr.gov.in ની મુલાકાત લેવી પડશે.
યોજના અંગે મહત્વની વિગતો
- આ સ્કોલરશિપ યોજના ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશિપમાં 190 દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની ઓફર કરવામાં આવે છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
- અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા અરજી સ્વીકારવામાં આવી રહી છે. આ સ્થિતિમાં 12મું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે.
- જેમાં 75% રિઝલ્ટ સાથે 12મું પાસ થનારને દર વર્ષે 10,000 રૂપિયા મળશે. 85% રિઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો : Kanya Utthan Yojana 2024: આ યોજના હેઠળ દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, આ રીતે કરો ઓનલાઈન અરજી
શિષ્યવૃત્તિ માટે જરૂરી યોગ્યતા
- આ શિષ્યવૃત્તિ માટે અરજીકર્તા વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જરૂરી છે.
- વિદ્યાર્થીની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ.
- વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના ગ્રેડ 50 ટકાથી ઓછા ન હોવા જોઈએ.
- આ ઉપરાંત ઉમેદવારની ન્યૂનતમ ઉપસ્થિતિ દર (હાજરી) 75 ટકા હોવો જોઈએ.
- આ ઉપરાંત ઉમેદવારોની ઓછામાં ઓછી 75% હાજરી હોવી આવશ્યક છે.
- ડિસ્ટેન્સ શિક્ષણ માટે આ સ્કોલરશિપ લાગુ પડતી નથી.
ફોર્મ કેવી રીતે ભરો?
- સ્કોલરશિપ માટે અરજી જમા કરાવતા પહેલા અધિકૃત વેબસાઈટ https://a2ascholarships.iccr.gov.in/ પર જાઓ.
- વેબસાઈટના હોમ પેજ પર ICCR સ્કોલરશિપ લિંક પર ક્લિક કરો.
- તમારી પાસે અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી ક રવા માંગવામાં આવેલી જરૂરી માહિતી ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો : જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.