School Big news: ગુજરાતમાં આજથી વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે.
રાજ્યમાં આજથી School નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
ગુજરાતમાં આજથી School નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ફરીથી શરુ થઇ છે. આજથી ફરી શૈક્ષણિક કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગૂંજતા થઈ ગયા છે. નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતમાં પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તાવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થવા જઇ રહ્યો છે.
ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ થશે
School આજે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં 35 દિવસથી સૂમસામ પડેલી શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઊઠશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી અંદાજે 54 હજારથી વધુ સ્કૂલોમાં 13 જૂન સોમવારથી એટલે કે આજથી નવા શૈક્ષણિક વર્ષ-2024-25નો પ્રારંભ થયો છે. આ વખતે રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1થી 5ની સાથે બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ થયો છે. પ્રથમવાર રાજ્યની શાળાઓમાં ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ થશે. 5થી 6 વર્ષ સુધીના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે.
રાજ્યમાં હાલ ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર6 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાજ્યમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
School 35 દિવસ બાદ સ્કૂલ શરૂ થઈ
સુરતમાં પણ આજથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજી આળસ જોવા મળી હતી. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલ શરૂ થઈ. 35 દિવસ બાદ સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી
સ્ટેશનરી સહિતની સામગ્રીમાં ભાવ વધારો
વેકેશનનો ભરપૂર આનંદ માણ્યા બાદ હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ હવે ધીમે ધીમે વેકેશનને ભૂલી અને ભણવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે વાલીઓ ખાસ વિદ્યાર્થીઓની માંગને અનુરૂપ સ્ટેશનરીની આઈટમો અને યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે.
સ્કૂલો શરૂ થશે પરંતુ 10 હજાર વિદ્યાર્થીઓ નહીં ભણી શકે
રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્કૂલો શરૂ થશે પરંતુ 10 હજાર વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. TRP ગેમઝોન અગ્નિકાંડના પાપીઓની સજા માસૂમોને મળી છે. ફાયર NOC-BU પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલો સીલ કરવામાં આવી છે.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.