School Van rules Last Updated 2024: શાળામાં બાળકોની સુરક્ષા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય હવેથી બાળકોને લઈ જતી સ્કૂલબસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે, સ્કૂલ વાન અને રીક્ષામાં પણ નિયમ મુજબ જ બાળકોને બેસાડી શકાશે, નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીના વાહવવ્યવહાર કમિશનરના આદેશ
School Van rules Last Updated 2024
રાજ્યના વાહનવ્યવહાર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર હવે સ્કૂલ બસ, વાન અને રીક્ષાના ચાલકોએ બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે અને સરકારને નક્કી કરેલા નિયમ મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
School Van rules આ સિવાય CNG કિટ પર પાટિયું રાખીને બાળકોને નહીં બેસાડી શકાય. આ નિયમોનું ભંગ કરનારા વાહનને સ્થળ પર જ ડીટેઈન કરી લેવામાં આવશે. ખાનગી વાહનોને સ્કુલના બાળકોને બેસાડીને સ્કૂલવર્ધી માટે વાપરવામાં આવશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોનો ભાનન કરનાર વાહન ચાલક અને માલિક સમ કાર્યવાહી કરવામાં આવશે. આવા વાહનોને રસ્તા પર જ ડીટેઈન કરી લેવામાં આવશે. જો રસ્તા પર જ વાહનને ડીટેઈન કરવામાં આવે ત્યારે તેમાં બાળકો હશે તો તેમના માટે બાળકોને સ્કુલે કે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સ્કૂલ બસ માટે સરકારે જાહેર કરેલા નિયમો(School Van rules)
- બસમાં GPS અને CCTVની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
- સ્પીડ ગર્વનર લગાવવું અને ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ..
- ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વંચાય તેમ લખવો.
- બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી લગાવવી ફરજિયાત.
- પાતકાલીન દરવાજો, તેમજ આ દરવાજા પર વિશ્વનીય લોક હોવું અનિવાર્યા.
- બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવવી નહીં.
- સ્કૂલ બસનો રંગ પીળો, તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખવું.
- સ્કૂલ બસની બેઠકો બિન-દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ.
- પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ.
- બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ.
- સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.
- બસની અંદર પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ, અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થાય તેવી ડિઝાઈન રાખવી.
શાળાઓ પણ બાળકોની સલામતી માટે મોટી ભૂમિકા ભજવે છે. આ જ કારણે શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય વાહન દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલાં પગલાઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત રહેવું જોઈએ.
સ્કૂલ વાન અને રીક્ષા માટેના નિયમો(School Van rules)
- આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ.
- બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ.
- School Van બારીઓ જાળીથી ઢાંકવી, જેથી બાળકનું કોઈ અંગ બહાર ન આવે.
- ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે.
- સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે.
- જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ – ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલાં લેવાશે.
આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી
ડ્રાઈવર માટેના નિયમો(School Van rules)
- ડ્રાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે.
- સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું.
- મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
- ભાડાની સ્કૂલબસ હોય તો સ્કૂલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરેલા કરારની નકલ પણ ડ્રાઈવરે સાથે રાખવાની રહેશે.
- વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઈવરના નામ અને વાહનની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને આપવાની રહેશે.
- સ્કૂલ વાહન ચલાવતા ડ્રાઈવરોએ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ, વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથેનો વાર્તાલાપ ટાળવો.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.