Smart meter: સ્માર્ટ મીટર પર વિરોધ વધતા ગુજરાત સરકારે નમતું જોખ્યું,જાણો કેમ છે આટલો વિરોધ

Smart meter in Gujarat: ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે પરંતુ શરૂઆતથી જ આ મિશનનને લઇને વિરોધ થઇ રહ્યો છે.

Smart meter in Gujarat

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફરજિયાત સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની સરકાર-વીજતંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. દિવસે-દિવસે આ આક્રોશ વધુને વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો હોય, ગુજરાત જેવા શાંત રાજ્યમાં અકારણ અશાંતિ સાથે પ્રજાજનો, ખાસ કરીને ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, મજૂરો, નોકરિયાત વર્ગમાં ભારે ચિંતા પ્રવર્તે છે.

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Smart meter રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે

અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે Smart meterમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

વિપક્ષે ઉચ્ચારી આંદોલનનની ચીમકી

ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી પરંતુ સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગવવની શરૂઆત કરી દીધી. રાજ્યમાં તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં 1.64 કરોડ મીટર ગુજરાત ની વિંજ કંપનીઓ લગાવવાની છે, આ મીટરમાં મીનીમમ 300 રૂપિયાનું બેલેન્સ એડવાન્સ રાખવાનો નિયમ છે,ગુજરાત ની જનતા પાસેથી 500 કરોડ રૂપિયા એડવાન્સ લઈ લુટવાનું કામ કરી રહી છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!