SSC CGL 2024 Notification: એસએસસી સીજીએલ 2024નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે
SSC CGL 2024 Notification
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસજી સીજીએલ 2024નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સૂચના જાહેર થવાની સાથે જ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર 24 જૂનથી 24 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લેવાની રહેશે. સ્ટાફ સિલેક્શન કમિશન સીજીએલ 2024 દ્વારા ગ્રુપ B અને ગ્રુપ C માટે કુલ 17,727 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
નોટિફિકેશન મુજબ, કુલ 17727 ખાલી જગ્યાઓ ભરવા માટે SSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. SSC CGL એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વિવિધ ગ્રુપ ‘B’ અને ‘C’ ની જગ્યાઓ જેમ કે મદદનીશ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર (પરીક્ષક), સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને વધુ અનેક પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL નોટિફિકેશન 2024 PDF સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. 18 થી 32 વર્ષની વય મર્યાદામાં આવતા સ્નાતકો 24 જુલાઈ સુધી તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. જો કે, અરજી ફી ભરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે. ઉમેદવારોની પસંદગી ટાયર 1 અને ટાયર 2 ની પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી?
એસએસસી સીજીએલ 2024 ભરતી પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. વધુ લાયકાત સંબંધિત માહિતી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે. વય મર્યાદામાં એસસી તેમજ એસટી કેટેગરીના ઉમેદવારને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
અરજી ફી
અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસસી, એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને એપ્લિકેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી યુપીઆઈ, નેટ બેન્કિંગ કે વિઝા કાર્ડ દ્વારા જમા કરાવી શકાશે.
પગાર
જે પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તેના આધારે પગાર બદલાય છે. ગ્રુપ A પોસ્ટ્સ માટે, પ્રારંભિક પગાર રૂ. 56,100 થી રૂ. 1,77,500, ગ્રુપ બીની પોસ્ટ માટે, પગાર રૂ. 35,400 અને રૂ. 1,12,400, ગ્રુપ સી પોસ્ટ માટે, પગાર રૂ. થી લઈને રૂ. 25,500 થી રૂ. 81,100 ની વચ્ચે રહેશે.
પસંદગી
ઉમેદવારોની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. ટિયર 1 પરીક્ષામાં સફળ ઉમેદવાર ટિયર 2 પરીક્ષામાં સામેલ થશે. ટિયર 1 પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં કરવામાં આવશે. એડમિટ કાર્ડ નિર્ધારિત સમયે જાહેર કરવામાં આવશે.
SSC CGL 2024 અરજી કેવી રીતે કરવી
- એસએસસીની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જાઓ
- હોમ પેજ પર આપવામાં આવેલા અપ્લાઇ ટેબ પર ક્લિક કરો.
- હવે વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરી અને અપ્લાઈ કરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી જમા કરવો.
- એકવાર ફોર્મને ક્રોસ ચેક કરો અને સબમિટ કરો.