SSC stenographer 2024: સ્ટાફ સિલેક્શન કમિશન એ તાજેતરમાં સ્ટેનોગ્રાફરની જગ્યા માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. સરકારી ક્ષેત્રમાં કામ કરવા માંગતા લોકો માટે આ ભરતી અભિયાન એક ઉત્તમ તક છે.
SSC stenographer 2024
ભારતમાં લાખો યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, જે તમામ ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહી છે. જો આપ નોટિફિકેશનમાં આપેલી સંબંધિત યોગ્યતા ધરાવો છો, તો સ્ટાફ સિલેક્શનમાં આ જગ્યા પર તમે અરજી કરી શકશો. ઓનલાઇન અરજી એસએસસીની વેબસાઇટ પર જઈને 24 ઓગસ્ટ સુધી કરી શકાય છે. નોટિફિકેશન અનુસાર સ્ટેનોગ્રાફરની 2006 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશ (SSC stenographer) |
પોસ્ટ નામ | સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી |
ખાલી જગ્યા | 2006 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ઓગસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.gov.in/ |
SSC stenographer 2024 શૈક્ષણિક લાયકાત
SSC stenographer 2024 વય મર્યાદા
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી પદો માટે ઉમેદવારો 12મું પાસ હોવા જોઈએ. ગ્રેડ સી માટે ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જ્યારે સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી પદ માટે ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી કરવાની લાસ્ટ ડેટ
સ્ટાફ સિલેક્શન કમિશની સ્ટેનોગ્રાફર પોસ્ટ માટે અરજીઓ 26 જુલાઈ 2024થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
પસંદગી પ્રક્રિયા
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી જગ્યાઓ પર પસંદગી પ્રક્રિયા 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં કોમ્પ્યુટર આધારિત ઓનલાઇન પરીક્ષા લેવાશે, આ પરીક્ષામાં વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં જનરલ ઇન્ટેલિજન્સ તેમજ રિઝનિંગ, ઇંગ્લિશ ભાષા અને જનરલ અવેરનેસ સંબંધિત પ્રશ્નો હોય છે. કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા પછી સ્કિલ ટેસ્ટ થશે. તેમાં સ્ટેનોગ્રાફી અને ટાઈપિંગ ટેસ્ટ હશે.
અરજી કઈ રીતે કરવી
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર official website https://ssc.gov.in/ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- Stenographer Grade “C‟ & “D‟ Examination, 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |