Teacher Controversy: ગેરહાજર રહેવા છતાં હાજરી પુરતા શિક્ષકોને ઘર ભેગા કરીશું, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ આપ્યુ આ મોટુ નિવેદન

Teacher Controversy: મહેસાણા, બનાસકાંઠા અને ખેડા સહિતના કેટલાક શિક્ષકોના લિસ્ટ સામે આવી રહ્યા છે કે જેઓ લાંબા સમયથી ગેરહાજર છે. આવામાં કેટલાક શિક્ષકો પરદેશ પહોંચી ગયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.

Teacher Controversy: 2024

રાજ્યમાં એક પછી એક ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. દાંતા તાલુકાના પાન્છાની શિક્ષિકા અને વાવના ઉચપાના શિક્ષકના કિસ્સા બાદ હવે ખેડાથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી શાળાના મેડમે એક વર્ષથી પગ મૂક્યો નથી અને NOC લીધા વિના જ વિદેશમાં કાયમી સ્થાયી થઇ ગયા છે. જેના લીધે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય ગયું છે. બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Teacher Controversy છોટા ઉદેપુરના પૂનિયાવાંટ ખાતે આજે જિલ્લા કક્ષાનો 75મા વન મહોત્સવમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ચાલતી લાલીયાવાડી બાબતે મીડિયા દ્વારા તેમને આકરા સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં કપડવંજ તાલુકાના શિવપુરામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહે છે, એની જગ્યાએ બીજા શિક્ષક નોકરી કરે છે.

બનાસકાંઠાના એક શિક્ષક વિદેશમાં રહે છે અને અહીંયા પગાર ચૂકવાય છે જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા.જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, અમારી પાસે એક શિક્ષકની વાત ધ્યાન પર આવી છે. આ બાબતને અમે ઝુંબેશના રૂપમાં લઇ 32 હજારથી વધુ શાળાઓ પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવીશું.

ગુજરાતના એક પછી એક શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે

Teacher Controversy ગુજરાતના એક પછી એક શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે કે જેઓ સરકારી ચાલુ નોકરીએ લાંબા સમયથી અમેરિકા, કેનેડા પહોંચી ગયા બાદ પરત ફર્યા નથી. આવા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારાઈ હોય કે તેમનો પગાર અટકાવી દેવાયો હોય કે પછચી તેમને ટર્મિનેટ કરાયા હોય તેવા પણ કેસ સામે આવ્યા છે. પરંતુ લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે આ શિક્ષકો કોની મદદ લઈને વિદેશના લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે? આ મામલે રણછોડપુરા ગામના સરપંચ દ્વારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડાના સરકારી શાળાના શિક્ષિકા સોનલ પરમાર ચાલુ નોકરીએ એક વર્ષથી અમેરિકામાં!

Teacher Controversy ખેડાના નડિયાદના હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોનલ પરમાન નામના શિક્ષક 1 સપ્ટેમ્બર 2023થી કોઈ જાતની એનઓસી કે પૂર્વ મંજૂરી વિના ખોટી રીતે પરદેશ ગયા છે. તેવો કિસ્સો સામે આવ્યો તે સિવાય પણ ઘણાં શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે કે જેઓ વિદેશ પ્રવાસ પર ગયા બાદ લાંબા સમયથી પરત ફર્યા નથી. આવા શિક્ષકો તેમને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હોય તેનો પણ જવાબ આપતા નથી.

ભાભરની સુથારનેસડી શાળાના વિપુલ પટેલ નામનો શિક્ષક 10 મહિનાથી સ્કૂલમાં ગેરહાજર

ભાભરની સુથારનેસડી શાળાના શિક્ષક વગર NOCએ કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર છે. વિપુલ પટેલ નામનો શિક્ષક 10 મહિનાથી સ્કૂલમાં ગેરહાજર છે.શિક્ષક વિપુલ પટેલ મૂળ મહેસાણાના હિરાપુરના વતની છે અને 1 જુન 2023થી NOC વિના શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા ઉપર ઉતરી ગયા છે.

Har Ghar Tiranga: વોટ્સએપ ડીપી ફોટો અને સ્ટેટસમાં રાખવા માટે, A થી Z આલ્ફાબેટ વાળી ભારતીય ધ્વજ ન્યૂ સ્ટાઇલ ફોટોફ્રેમ શ્રેષ્ઠ એપ્સ

ભાવનાબેન પટેલ દિવાળીની રજાઓમાં વર્ષમાં એકવાર ગુજરાત આવે છે

Teacher Controversy ભાવનાબેન પટેલ દિવાળીની રજાઓમાં વર્ષમાં એકવાર ગુજરાત આવે છે. આ સમયગાળા દરમિયાન શાળાઓ બંધ હોય છે. આવી સ્થિતિમાં તેઓએ ન તો બાળકોને ભણાવવાના છે અને ન તો શાળાએ જવું પડે છે. ભાવનાબેન સામેની લેખિત ફરિયાદ વાલીઓએ અને ઇન્ચાર્જ આચાર્યને આપી છે અને સત્ય પણ જણાવવામાં આવ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!