Vhali Dikri Yojna: ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓને મળશે રૂપિયા 1,10,000 સુધીની આર્થિક સહાય

Vhali Dikri Yojna: ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

Vhali Dikri Yojna Gujarati 2024

નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોની સહાય કરવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને સરકાર દ્વારા મહિલાઓ માટે તેમજ દીકરીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ 2019 નું નાગરિકો માટે વ્હાલી દિકરી યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને વ્હાલી દિકરી યોજના વિશે તમામ માહિતી આપીશું.

વ્હાલી દીકરી યોજના નો હેતુ અથવા શા માટે યોજના બનાવાયેલી છે?

  • બાળ લગ્ન થતાં અટકાવવા.
  • દીકરીઓના જન્મદર અથવા વસ્તીમાં વધારો કરવા માટે.
  • દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા.
  • મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ વિકાસ માટે
  • મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટે

વ્હાલી દીકરી યોજના માટેની યોગ્યતા

Vhali Dikri તા.૦૨/૦૮/૨૦૧૯કે તે પછી જન્મેલ દીકરીઓ પ્રથમ ત્રણ સંતાનો પૈકી ની તમામ દીકરીઓ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિઓને લાભ મળવા પાત્ર દંપતિની વાર્ષિક આવક રૂ.૨૦૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

  • લાભાર્થી દીકરી ગુજરાત અને ભારતની નાગરિક હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ જે દીકરીની જન્મ તારીખ 02/08/2019 પછી ની હોય તો તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • આ યોજનાનો લાભ, લાભાર્થી દીકરીના માતા પિતા ની સંયુક્ત વાર્ષિક આવક 2, 00,000 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તેને જ મળવાપાત્ર છે. ( ગ્રામીણ અને શહેરી બંને વિસ્તાર માટે એક જ આવક માપદંડ છે
  • લાભાર્થી દીકરીના માતા પિતા ઇન્કમટેક્સ ભરતા ના હોવા જોઈએ.
  • બીપીએલ કાર્ડ ધારક આ યોજના માટે યોગ્યતા ધરાવે છે.
  • લાભાર્થીના માતા અથવા પિતા એકલા જ હોય તો માતા એકલા હોય તો માતા ની આવક અથવા પિતા એકલા હોય તો પિતાની આવક ધ્યાનમાં રાખવામાં આવશે.
  • જે દીકરી ના માતા પિતા ના હોય તે દીકરીના ભાઈ બહેન દાદા અને દાદી એ ગાર્ડીયન તરીકે દીકરી માટે આ યોજના માટે આવેદન કરી શકે છે.
  • લાભાર્થી દીકરીના લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ના નિયમ મુજબ ગુપ્ત વયે લગ્ન કરેલા હોય એવા દીકરીને આ યોજના મળવા પાત્ર છે.

Vhali Dikri યોજના હેઠળ મળતા લાભની વિગત

વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ 1,10,000 નાણા સહાય મળવાપાત્ર છે. આ નાણા કુલ ત્રણ હપ્તામાં મળે છે.

  • ત્રણ હપ્તામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦/ દીકરીની ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧,૦૦,૦૦૦/-ની સહાય

આ પણ વાંંચો:GSEB Purak Pariksha: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે,ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

આ પણ વાંંચો:Ikhedut Portal Pashupalan Yojana:પશુપાલન ને લગતી યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

નિકાલની સમય મર્યાદા

  • કુલ ૧૫ દિવસ

વ્હાલી દીકરી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ અથવા પુરાવાઓની પ્રમાણિત નકલ

  • લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
  • માતા પિતા નાઆધાર કાર્ડ
  • માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
  • માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
  • નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
  • લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
  • લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ

વ્હાલી દિકરી રોજના માટે કેવી રીતે અરજી કરવી

  • જો તમે ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો તમારે VCE ની મુલાકાત લેવી જોઈએ.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારમાં રહેતી હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર પાસે જવાનું રહેશે.
  • લાભાર્થી દીકરીના માતા અથવા પિતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ત્યારબાદ ગ્રામ્ય VCE અથવા તાલુકા ઓપરેટર ફોર્મ ની ચકાસણી કરશે.
  • ત્યારબાદ ગ્રામ્ય વીસીઈ અથવા તાલુકા ઓપરેટર તેમની સિસ્ટમમાં લોગીન કરીને અરજી કરી આપશે.
  • અંતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ અને ઓનલાઇન અરજી કર્યા બાદ વીસીઈ અથવા તાલુકા ઓપરેટર દ્વારા ફોર્મ ભર્યાની રીસીપ્ટ આપશે. આ રીસીપ્ટ સાચવીને રાખવી.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!