weather news: ગુજરાતમાં આજે આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે,બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘતાંડવ,હવામાન વિભાગની આગાહી

weather news: આજે ગુજરાતના 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.

weather news:સૌથી વધારે લાખણી તાલુકાના વરસાદ પડ્યો છે.

બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે.

લાખણીમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદને પગલે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે. હજુ પણ બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

weather news હવામાન વિભાગના જણાવ્યા અનુસાર

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકના વરસાદની વાત કરીએ તો 208 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે લાખણી તાલુકાના વરસાદ પડ્યો છે.

Pashupalan Loan Yojana: ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ મળશે, જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોઇશે વગેરે

ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ

weather news હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેંદ્રનગર, જામનગર અને દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!