ikhedu portal 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. જેનો લાભ દેશના નાગરિકો લઈ રહ્યા છે. આપના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ દેશના ગરીબ લોકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે.
ikhedu portal Tadpatri Sahay Yojana 2024
તાડપત્રી સહાય યોજના.આ યોજના સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપવાનો છે.આ યોજનામાં લાભાર્થીને તાડપત્રી ખરીદવા માટે રૂપિયા 1875 નીસહાય આપવામાં આવે છે.આ યોજનાના લાભો શું છે,આ યોજના માટેની પાત્રતા શું છે, આ યોજનામાં અરજી કેવી રીતે કરવી એ માહિતી આ આર્ટિકલમાં આપણે વિગતવાર સમજીશું.
યોજના નું નામ | તાડપત્રી સહાય યોજના(ikhedu portal Tadpatri Sahay Yojana 2024) |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | ગુજરાતના તમામ નાના મોટા ખેડૂતોને |
લાભ | 50% થી લઈને 75% સુધીની સહાય |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
તાડપત્રી સહાય યોજના શું છે?
ગુજરાત સરકાર ખેડૂતોને નાણાકીય સહાય આપવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરે છે. તાડપત્રી સહાય યોજના એ એક ખેડૂત લક્ષી યોજના છે. આ યોજનાનો લાભ મેળવી ગુજરાતનાં બધા ખેડૂતો અનુસૂચિત જનજાતિ ખેડૂત હોય તમામ ખેડૂતો સસ્તા ભાવે તાડપત્રી ખરીદી શકે છે. જેના માટે ગુજરાત સરકાર એ એમપેનલ્ડ વિક્રેતાઓની સૂચિ બહાર પાડી છે.જેમની પાસે થી તમે તાડપત્રી ખરીદીને સબસિડી મેળવી શકો છો.
તાડપત્રી સહાય યોજનામાં ખેડૂતને વધુમાં વધુ 75% સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનામાં રૂપિયા 1875 માં 2 તાડપત્રી મળે છે.આ યોજનનો લાભ મેળવી ખેડૂત તડપત્રીનો ઉપયોગ પાકને વરસાદના પાણી થી પલળવાથી બચાવી શકે છે. પાકને એ સમયે બચાવવા માટે ઉપયોગી બને છે.
તાડપત્રી સહાય યોજના નો ઉદ્દેશ્ય
આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણો પાક ખેતરમાંથી નીકળી જાય ત્યાર પછી તેને આપણે સાફ કરવો પડે છે. એવા ઘણા બધા પાક માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે અથવા તો ચોમાસા દરમિયાન આપણા પાકને પલળતો અટકાવવા માટે પણ તાડપત્રીની જરૂર ખેડૂતોને વારંવાર પડતી હોય છે. એટલા માટે ખેડૂતોને આર્થિક રીતે મદદ પહોંચાડવા માટે થઈને તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
તાડપત્રી સહાય યોજનાના લાભો
- આ યોજનાનો લાભ તમામ નાના મોટા ખેડૂતોને મળે છે.
- આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂપિયા 1875 ની આર્થિક સહાય મળવાપાત્ર હોય છે.
- આ યોજના માં ખેડૂતને 2 નંગ તાડપત્રી મળે છે.
- આ યોજના દ્વારા ખેડૂત ચોમાસા દરમિયાન પાકને પલળતો બચાવી શકે છે.
- આ તાડપત્રી ખેડૂતોને સસ્તા ભાવે સબસિડી ની મદદ થી આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજના માટેની પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર પાસે પોતાનું જમીન રેકોર્ડ હોવું જોઈએ.
- જંગલ વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત નાના અથવા મોટા ખેડૂતો હોવા જોઈએ.
- તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રેહશે.
તાડપત્રી સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડની ઝેરોક્ષ
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
- જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- 7/12 ની જમીન ની નકલ
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારનો હોય તો વન અધિકાર પત્ર ની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
National Family Sahay Yojana: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ.20000 ની સહાય, જાણો કેવી રીતે
ikhedu portal Tadpatri Sahay Yojana 2024 તાડપત્રી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરી શકાય
- સૌથી પહેલા અરજદાર ખેડૂતે આઇ ખેડુત પોર્ટલ પર જવાનું રહેશે.
- iKhedut Portal પર ક્લિક કરીને તમે સીધા અધિકૃત વેબસાઈટના હોમ પેજ પર પહોંચી જશો.
- હવે હોમ પેજ પર મુખ્ય મેનુમાં “યોજનાઓ” ના વિકલ્પો પર ક્લિક કરી દેવાનું રહેશે.
- ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં “ખેતીવાડીની યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ હવે તમારી સમક્ષ જે પણ યોજનાઓ શરૂ હશે તેમનું લિસ્ટ ખુલશે જેમાં તમારે “તાડપત્રી” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ફરી પાછું તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અથવા તો “ના” ના વિકલ્પો પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
- હવે તમારી સમક્ષ Tadpatri Sahay Yojana Application Form ખુલી જશે જેમાં તમારે તમારી સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે જેમકે તમારું નામ, ગામનું નામ, બેંક ખાતાની જાણકારી વગેરે.
- સંપૂર્ણ જાણકારી ભરાઈ ગયા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને ફરી પાછી સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાની રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :
તાડપત્રી સહાય યોજના 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |