New District: જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે. નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે.
New District 2024
અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે.
સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે.
નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે.
New District આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓ છેલ્લે વર્ષ 2013 માં જાહેર કરવામાં આવ્યા હતા.
New District જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં હાલ કુલ 252 તાલુકા આવેલાં છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાંઓ આવેલાં છે. હાલ ગુજરાતમાં કુલ 15 મહાનગર પાલિકાઓ આવેલી છે. અગાઉની 8 મનપામાં અન્ય 7 નવી મનપા ઉમેરાતા આ આંકડો પંદરે પહોંચ્યો છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે