NVS Admission ધોરણ-6 માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો કેવીરીતે કરશો અરજી?

NVS Admission 2024: નવોદય વિદ્યાલયમાં પોતાના તેજસ્વી તારલાઓને ભણાવવા માગતા વાલીઓને આ વિગતો ઉપયોગી બનશે. જાણો ક્યાંથી કઈ રીતે ફોર્મ ભરશો?

NVS Admission 2024

નવોદય વિદ્યાલયના ધોરણ 6 માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ. જે ઉમેદવારો ધોરણ 6 માં પ્રવેશ લેવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ કરવા માટે નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – navodaya.gov.in. એ પણ જાણી લો કે અરજીઓ ઓનલાઈન અરજીઓ 16મી જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16મી સપ્ટેમ્બર 2024 છે. આ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.

શું છે નવોદય વિદ્યાલય સમિતિ?

જવાહર નવોદય (NVS)વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં ધોરણ-6થી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દરેક જિલ્લામાં નવોદયની એક શાળા આવેલી છે. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા મળી રહે છે. જે બાળકો આ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે તેમને ભણતરના, હોસ્ટેલમાં રહેવાના, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતના તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે. આ સમિતિ દ્વારા ગામડાના અને છેવાડાના તેજસ્વી તારલાઓ સહિતના વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

  • વિદ્યાર્થીની સહી
  • માતા-પિતાની સહી
  • ઉમેદવારનો ફોટો
  • આધાર કાર્ડ નંબર

વય મર્યાદા

ધોરણ 6 માં પ્રવેશ માટે, ઉમેદવારની જન્મતારીખ 1લી મે 2013 કરતાં પહેલાંની અને 31મી જુલાઈ 2015 પછીની ન હોવી જોઈએ.

NVS અનામતના લાભ પણ મળશે

  • નવોદયમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓમાં પ્રેવશમાં ગ્રામ્ય વિસ્તારના 75% વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે.
  • સરકારી નિયમ પ્રમાણે નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનામત આપવામાં આવે છે.
  • અહીં ઓછામાં ઓછી 1/3 બેઠકો વિદ્યાર્થિનીઓ માટે અનામત રાખવામાં આવે છે.

નવોદય વિદ્યાલયના ધોરણ 6 માં જાણો કેવીરીતે કરશો અરજી?

  • અહીં હોમપેજ પર એક લિંક આપવામાં આવશે જેના પર તે લખેલું હશે – NVS Class 6 Registration. તેના પર ક્લિક કરો.
  • આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર તમારૂ રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • હવે અરજી ફોર્મ ભરો અને ફી સબમિટ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!