UGCનો નવો નિયમ: હેલો દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરીને હવે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન (University Admission Rules)લેવાય ઈચ્છા ધરાવતા હોય તેઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. કેમ કે હવે શૈક્ષણિક વર્ષ 2024-25થી કેટલા નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમો લાગુ કરાયા છે
UGC New Rules
યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન એટલે કે યુ.જી.સી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ભારતની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં બે શૈક્ષણિક સત્ર યોજાશે. તો તે મુજબ ધોરણ 12 પાસ કરેલું ઉમેદવારો કોઈપણ શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવી શકશે એટલે કે તેઓ પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવવા અસમર્થ રહે તો બીજા શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવી શકે છે તો તે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર હોઈ શકે તો ચાલો જાણીએ આ શૈક્ષણિક ક્ષેત્રોના નવા નિયમો.
નવા શૈક્ષણિક ક્ષત્રો ક્યારથી ચાલુ થશે?
જો તમે ધોરણ 12 માં પાસ થયા છો અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, UGC ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો હવે બે શૈક્ષણિક સત્રો યોજશે.
પહેલું સત્ર | જુલાઈ-ઓગસ્ટમાં |
બીજું સત્ર | જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં |
બે વાર પ્રવેશથી વિદ્યાર્થીઓને થશે ફાયદા
UGCના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમણે કહ્યું કે, શૈક્ષણિક સત્ર 2024-2025માં જુલાઈ-ઓગસ્ટ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આમ બે વાર પ્રવેશ આપવામાં આવશે. વર્ષમાં બે વાર પ્રવેશથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે. જો વિદ્યાર્થી જુલાઈ-ઓગસ્ટ વાળા સત્રનાં પ્રવેશમાં ચૂકી જાય તો તેમને આવતા સત્ર માટે આખા વર્ષની રાહ નહીં જોવી પડે. આટલું જ નહીં વર્ષમાં બે વાર કેમ્પસ સિલેક્શન પણ કરવામાં આવશે. આનાથી યુવાઓને રોજગાર અને વધુ અવસરો પણ મળશે.
તો વિદ્યાર્થી મિત્રો યુ જી સી દ્વારા લેવાયેલ આ નિર્ણય વિશે તમારું શું મંતવ્ય છે. તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ માહિતી તમારા મિત્રો સાથે જ પણ શેર કરજો જેથી કરીને જો કોઈ પણ કારણસર તેઓ પ્રથમ સત્રમાં પ્રવેશ મળવાનું ચૂકી ગયા હોય તો તેઓ બીજા સત્ર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.
આ પણ વાંંચો:Indian Postal Recruitment 2024: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી જાહેર, જુવો અહીંથી સંપૂર્ણ માહિતી
આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી
વિદ્યાર્થીઓને થશે ફાયદો
UGCના ચેરમેન એમ. જગદીશ કુમારનું કહેવું છે, કે જો યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો વર્ષમાં બે વાર વિદ્યાર્થીઓને એડમિશન આપે તો, વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. તેઓએ જણાવ્યું કે, બોર્ડનું રિઝલ્ટ મોડુ જાહેર થવાના કારણે જુલાઇ-ઓગસ્ટના સત્રમાં યુનિવર્સિટીમાં એડમિશન ન લઈ શકતા વિદ્યાર્થીઓ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ કે કેટલાક વ્યક્તિગત કારણોથી પ્રવેશ ચૂકનારને આ યોજનાથી રાહત મળશે. તે બીજા સત્રમાં એડમિશન લઈ શકે છે.
- વિદ્યાર્થીઓ વધુ સુગમતા મેળવશે અને તેમને અનુકૂળ સમયે પ્રવેશ મેળવી શકશે.
- જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર પ્રથમ પ્રવેશ ચૂકી જાય છે તેઓને બીજી તક મળશે.
- યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે છે.
- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સંસાધનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.