Gujarat Police Recruitment 2024: લોકરક્ષક અને પીએસઆઇ ભરતીની શારીરિક પરીક્ષા અંગે હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત, 12000 લોકરક્ષક અને 500 પીએસઆઇ ની શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ તરત જ થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પણ આયોજન થશે. વધુમાં આ પોલીસ ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ. પાંચ કિલોમીટર દોડ નું આયોજન થશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં કરી જાહેરાત.
Gujarat Police Recruitment 2024 શારીરિક પરીક્ષા અંગે હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત
Gujarat Police Recruitment 2024: Police Bharti લોકરક્ષક અને પીએસઆઈની શારીરિક કસોટીને લઇને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વના સામાચાર આપ્યા. સુરત ખાતેની એક પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું હતું કે શારીરિક કસોટી ચોમાસા પછી જલ્દીથી જ લેવાશે. અંદાજે ઓક્ટોબર-નવેમ્બર મહિનાની આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે એવા એધાણ છે.
પોલીસ ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા કરાઇ અપીલ
પોલીસ ભરતી પરીક્ષા અંગે હસમુખ પટેલે મહત્વની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોને પોલીસ ભરતીમાં છેતરતાં લોકોથી સાવધાન રહેવા કરાઇ અપીલ, માટે વારંવાર વિવિધ ભરતીમાં થતાં કૌભાંડ કે પેપરલીંક મુદ્દે અટકાવવા અને સાવધાન રહેવા અપાઇ સુચના, સાથે જ આ ગંભીર બાબતોને અટકાવવા માટે સરકાર ગુનેગારોને કડક સજા કરવાની જોગવાઇ કરી છે.
આ પણ વાંચો: પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર, જોઈ લો તમારું ફોર્મ તો રદ નથી થયું ને અત્યારેજ કરો ચેક
નવા નિયમ સાથે યોજાશે પોલીસ પરીક્ષા 2024
- પોલીસ ભરતી 2024 માં આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે પરીક્ષા યોજનાર છે ત્યારે જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ કરવાની રહેશે એના કોઈ ગુણ આપવામાં આપશે નહીં.
- Gujarat Police Recruitment 2024 અંગે મળતી માહીતી મુજબ પોલીસ અને પીએસઆઇ પરીક્ષા ઓનલાઇનના બદલે ઓફલાઇન લેવામાંં આવશે તેવા અનુમાન છે.
પોલીસ ભરતી શારીરિક અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પણ આયોજન અંગે વિડીયો ન્યુઝ રીપોર્ટર સાથે આપ્યા મહત્વના સમાચાર
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે 12000 લોકરક્ષક અને 500 પીએસઆઇની શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ તરત જ થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પણ આયોજન અંગે વિડીયો ન્યુઝ રીપોર્ટરને જણાવ્યુ અને હાલમાં ફોર્મની ચકાસણી થઇ રહી છે તેવુ તેઓએ ન્યુઝ રીપોર્ટરના વિડીયો માં જણાવ્યુ જુઓ સંપુર્ણ વિડિયો નીચેથી