Gyan Sahayak Job Applications Open : જ્ઞાન સહાયક ફોર્મ ભરતી વખતે ભૂલ કરશો, તો ફોર્મ રિજેક્ટ થશે, નહિ તો દંડ પણ થશે

Gyan Sahayak Job Applications Open 2024: જ્ઞાન સહાયકની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે.

Gyan Sahayak Job Applications Open 2024

ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે,ગુજરાતમાં હજુ પણ ઢગલાબંધ શાળાઓમાં શિક્ષકોની ખોટ પડી રહી છે રાજ્યમાં શિક્ષણ વિભાગે ફરી એક વખત જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર ફરી એકવાર કરશે જ્ઞાન સહાયકોની ભરતી

Gyan Sahayak Job Applications Open 2024 જ્ઞાન સહાયકની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ભરતી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાતની સરકારી અને ખાનગી અનુદાનિત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના’ માટે શાળા સ્તરે 11 મહિનાના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ની જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી હાલમાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.

જ્ઞાન સહાયક ફોર્મ ભરતી વખતે આ ખાસ ધ્યાન રાખો

  • જ્ઞાન સહાયકની ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરનારા ઉમેદવારને આગામી પાંચ વર્ષ માટેની ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવશે.
  • જ્ઞાન સહાયક ઉમેદવાર દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હોવાનું માલુમ પડશે તો તેને પાંચ વર્ષ સુધી ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.
  • જ્ઞાન સહાયક ઉમેદવાર દ્વારા બનાવટી દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી દાખલ કરવામાં આવશે.
  • આ ઉપરાંત નક્કી કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
  • ડોક્યુમેન્ટ વૈરિફિકેશન ન કરાવનારા ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ?

જ્ઞાન સહાયકમાં ઓનલાઈન અરજી કરવા માટે 27 જુલાઈ શનિવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ. 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાશે જ્ઞાન સહાયકની કરાશે ભરતી.

આ પણ વાંચો : Gyan Sahayak Big Nwes: શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વના સમાચાર! ગુજરાત સરકાર ફરી એકવાર કરશે જ્ઞાન સહાયકોની ભરતી

કેટલો મળશે પગાર

શિક્ષણ વિભાગના નોટિફિકેશન મુજબ, જ્ઞાન સહાયક (માધ્યમિક) માં માસિક ફિક્સ પગાર 24,000/– રૂપિયા છે.આ સાથે ‘જ્ઞાન સહાયક’ (ઉચ્ચતર માધ્યમિક)ના પગારની વાત કરવામાં આવે તો 26,000/- રૂપિયા માસિક વેતન આપવામાં આવશે

નોંધઃવેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.

Gyan Sahayak Job Applications Open 2024

આ માટે ઉમેદવાર http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જોકે અરજી કરતા પહેલા ઉમેદવારને આ માટેની વયમર્યાદા, આવશ્યક લાયકાત તથા નિમણૂંક અને પગાર ધોરણની વિગતો વાંચી લેવા સૂચના અપાઈ છે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!