Teacher Big News: ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ

Teacher Big News: રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ડેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈ જૂના શિક્ષોની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે.

Teacher Big News

રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતાં અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઇન કરવામાં આવશે.

કોણ નહીં કરી શકે અરજી

Teacher Big News: આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલા ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: GSSSB EXAM 2024: ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની છબરડાં! CBRT પદ્ધતિ નાબુદ કરવા ઉમેદવારોની માંગ

શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. જૂના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઇ હતી. ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ, તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતુ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો છે, તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!