Agniveer Yojana 2024: અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
Agniveer Yojana 2024
ગુજરાતના મુખ્યમંત્રીએ 26 જુલાઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે Agniveer Yojana ભવિષ્યને લઈને આશાસ્પદ સંકેત આપે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે.સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી
અગ્નિવીરોના કારણે ભારતીય સેના વધારે યુવાન બનશે. આ યોજના દેશમાં એવા જાંબાજ યુવાનોને તૈયાર કરશે, જે સેનામાં પોતાની સેવા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે. ગુજરાત સરકાર અગ્નિવીરોને આર્મ્ડ પોલીસ અને એસઆરપીની ભરતીમાં પ્રાધાન્યતા આપશે.
અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સ અને એસઆરપી ભરતીમાં પ્રાથમિકતા આપશે
ગુજરાત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, સરકારી નોકરીઓમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સ અને એસઆરપી ભરતીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત
કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, વિપક્ષ હજી પણ આના પર પ્રહારો કરી રહ્યો છે અને ઘણા વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 24 કલાકમાં આ યોજનાને ખતમ કરી દઈશું.
સીએમ યોગીએ પણ કરી મહત્વપૂર્ણ જાહેરાત
અન્ય કયા રાજ્યોની જાહેરાત?
અગ્નિપથ યોજનાને લઈને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને ઓડિશા સરકારે અગ્નિવીરોને અનામત આપવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સીએમ મોહન યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિષ્યણુદેવ સાયે તેની જાહેરાત કરી દીધી છે.