GSSSB: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, આ પરીક્ષાઓ પર 8મી ઓગસ્ટ સુધી રોક લગાવી

GSSSB: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ પર 8મી ઓગસ્ટ સુધી રોક લગાવી

GSSSB EXAM 2024 High Court stay

ગૌણ સેવા પસંદગી મંડળની એટલે કે GSSSBની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ અવાર-નવાર કોઇનેકોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવતી હોય છે .

ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

ગૌણ સેવા મંડળના લઘુત્તમ 40 ટકા માર્ક્સ લાવવાના નિયમ પર એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે 8મી મે 2024 ના રોજ નોટિસ જાહેર કરીને પ્રતિવાદી ગૌણ સેવા પસંદગી મંડળને રાજ્ય સરકારની નીતિ સમજાવવા માટે આદેશ કર્યો હતો.

નીચે જણાવેલ તમામ પરીક્ષાઓ હાઈકોર્ટ રોક લગાવી

જાહેરાત નંબર GSSSBપરીક્ષાનું નામ
214/202324વરિષ્ઠ સર્વેયર, વર્ગ-3
215/202324આયોજન મદદનીશ, વર્ગ-3
216/202324સર્વેયર, વર્ગ-3
217/202324કાર્ય સહાયક, વર્ગ-1
218/202324ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, વર્ગ-III
219/202324વધ્યીકરણ ટેકનિશિયન, વર્ગ-III
221/202324ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-III
223/202324વાયરમેન વર્ગ-III

GSEB 10th Result 2024 Updates : ગુજરાત બોર્ડ ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામને લઇને આવ્યા મહત્વના સમાચાર

આ અંગેની અરજી થતા હાઇકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જવાબ આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત જવાબ રજુ નહી કરતા ફરીથી જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જવાબ રજુ કરવા છ-છ મુદત આપવા છતા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જવાબ રજુ નહી કરતા ગુજરાત હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ હતી અને મંડળ દ્વારા જાહેર કરેલી જાહેરાત ક્રમાંક 213થી 224 સુધીની 8 જેટલી ભરતીની વર્ગ-3ની પરીક્ષાઓ સ્થગીત કરી દેવામાં આવી છે.

આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઠ જેટલી પરીક્ષાની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતા. આ પ્રિલીમરી પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં કવોલીફાઇ જવા માટે 40 માર્ક ફરજીયાતનો નિયમ કરવામાં આવ્યો છે. જે નિયમ રદ કરવા માટે ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!