GSSSB EXAM 2024: ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની છબરડાં! CBRT પદ્ધતિ નાબુદ કરવા ઉમેદવારોની માંગ

GSSSB EXAM 2024: તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT પદ્ધતિથી યોજાઇ હતી. હવે તેને લઇને પણ વિવાદ શરૂ થયો છે. આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી.

GSSSB EXAM 2024

GSSSB EXAM 2024 જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ છે. કોઇપણ પ્રકાર વિગતવાર માહિતી નથી. તે ખોટું કહેવાય. તેને બદલે નોર્મલાઇઝેશન મેથડ પહેલાં કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન મેથડ બાદ કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા અને કેટલા ઘટાડવામાં આવ્યા તેની વિગતવાર માહિતી કેટગરી પ્રમાણે પ્રસિદ્ધ કરવામાં આવે.આવેદન સાથે વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે વિનંતી કરી હતી કે CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે “મહેનતુ વિદ્યાર્થી” બન્યા છે. જેથી દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે.

ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ

GSSSB EXAM 2024: ઉમેદવારોના આક્ષેપ મુજબ આ પરીક્ષા પદ્ધતિનું સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે જેથી પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી. ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ હોય છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે.

નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક છે

એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.

GSSSB EXAM 2024 પ્રશ્નોનું સ્તર જળવાતું નથી

આ પદ્ધતિમાં બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી.

GSSSB Forest Result 2024: ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે મોટા સમાચાર, વિવાદ બાદ ગૌણ સેવાના અધ્યક્ષે કરી ખાસ જાહેરાત

GSSSB EXAM 2024 પરીક્ષાર્થીનો આક્ષેપ

CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય, ટેક્નિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું, નિરાશ થઈ જતા જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસર ની હોઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!