GSSSB Forest Result 2024: ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે મોટા સમાચાર, વિવાદ બાદ ગૌણ સેવાના અધ્યક્ષે કરી ખાસ જાહેરાત

GSSSB Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અંગે આવ્યા મોટા સમાચાર, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી રિઝલ્ટ અંગે વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના આપતી નોટીફેકશન જાહેર કરી ચાલો જાણીએ શું આપ્યુ છે નિવેદન

GSSSB Forest Result 2024

ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓ વિવાદોમાં જ રહે છે, ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે મોટા સમાચાર જ્યારે વધુ એક પરીક્ષાના પરિણામ બાદ વિવાદ થયો હતો. આપણે વાત કરી રહ્યા છીએ ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષાની કે જે CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જેને લઈ ઉમેદવારો દ્વારા CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી.

સંચાલન સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB Forest Result 2024)
પરીક્ષાનું નામફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024
પોસ્ટનું નામફોરેસ્ટ ગાર્ડ
ખાલી જગ્યાઓ823
વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

વનરક્ષકના પરિણામ પર વિવાદ

GSSSB Forest Result 2024: સાથે જ વનરક્ષકનું આજે જિલ્લા વાઇઝ મેરીટ પ્રકાશિત કરવામાં આવ્યું છે, પરંતુ ઉમેદવારને કેટલા માર્કસ થાય છે તે અંગે જાણકારી આપવામાં આવી નથી. માટે ઉમેદવારો કોને કેટલા માર્કસ થાય છે અને CERT પદ્ધતિથી લેવામાં આવેલ વનરક્ષકની પરીક્ષામાં નોરમોલાઈઝેશન મેથડનો કેવી રીતે ઉપયોગ થઈ છે અને મેથડ લાગુ થયા બાદ ઉમેદવારોને કેટલા માર્કસ વધ્યા તે રજૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય CCE ની ફાઇનલ આન્સર કી પર રજૂ કરવામાં આવી છે અને વનરક્ષકના પરિણામ બાદ તે ઉમેદવારો પણ ચિંતામાં મુકાયા છે.

https://twitter.com/HHPATELGSSSB/status/1819019627680137697

ગૌણ સેવાના અધ્યક્ષે કરી ખાસ જાહેરાત

GSSSB Forest Result 2024: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, અહીંથી ફટાફટ જોઈ લો તમારું રિઝલ્ટ

GSSSB Forest Result 2024 ગુણ જાહેર કરવામાં નહીં આવે

ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજુઆતો પરત્વે સંબંધકર્તા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!