GUJCETની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખુશ-ખબર! ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે યોજાશે

GUJCET Exam Date 2025: ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખુશ-ખબર આપી છે.ગુજકેટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ-2025ની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી.આજે અમે તમને આર્ટીકલમાં પરીક્ષા અંગે અને મહત્વની જાહેરાતો વિશે વિગતવાર માહિતી આપીશું

GUJCET Exam Date 2025

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાનપ્રવાહના ગૃપ એ, ગૃપ બી અને ગૃપ એ બીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં યોજવા જઈ રહેલી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

આ તારીખે ગુજકેટની પરીક્ષા યોજાશે

આગામી 23 માર્ચ 2025ના રોજ ગુજકેટની પરીક્ષાની તારીખ આયોજિત કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા23 માર્ચ 2025ને રવિવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.

GUJCET-2025 માટેની પરિક્ષાનું માળખું

ગુજકેટની પરીક્ષાનું માળખું વેબસાઈટ પર મુકી દેવામાં આવ્યું છે. સાથેજ સમય મર્યાદાની વિગત પણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. જેથી સમય મર્યાદા પહેલા વિદ્યાર્થીઓએ પરિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે.

આ પરીક્ષા ત્રણ ભાષામાં લેવામાં આવશે જેમ કે હિન્દી,અંગ્રેજી અને ગુજરાતીમાં લેવામાં આવશે પ્રશ્નપત્ર કુલ 120 માર્ક્સ નું રહેશે જેમાંથી 40 પ્રશ્નો ભૌતિક શાસ્ત્રના 40 પ્રશ્નો રાસાયણિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે આ તમામ પ્રશ્નોના જવાબ સાચા આપવાના રહેશે આ માટે એક માર્કસ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબનો 0.25 માર્ક્સ કાપવામાં આવશે આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં લેવામાં આવશે

વધુ વાચો: UPSC exam Big News: UPSC પ્રિલિમ પાસ કરવા માટે તમને 1 લાખ રૂપિયા મળશે,જાણો કોને મળશે તેનો ફાયદો?

GUJCET-2025 ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે.

GUJCET-2025ના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!