Gyan Sadhana Scholarship 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.

Gyan Sadhana Scholarship 2024 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું રજીસ્ટ્રેશન 2024 ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 થી થશે જ્ઞાન સાધના સ્કોલરશીપ નો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25000 વિદ્યાર્થીઓને આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ના ફોર્મ આપે છે

Gyan Sadhana Scholarship 2024

ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે Gyan Sadhana Scholarship 2024 ની શરૂ કરી છે. ધોરણ IX થી XII માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાંથી નાણાકીય સહાય મળે છે. આ સમગ્ર લેખમાં, અમે સ્કોલરશીપ વિશેની તમામ માહિતીની ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે તમે લેખને અંત સુધી વાંચશો.

યોજનાનુ નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024
યોજનાના લાભાર્થીધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત રાજ્યના મુખ્યમંત્રી
એપ્લિકેશન મોડઓનલાઇન
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલીરકમ મળશે?

  • ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
  • સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
  • સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.

Gyan Sadhana Scholarship પરીક્ષા ફી

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.

જ્ઞાન સાધના સ્કોલરશીપનો હેતુ

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ સ્કોલરશીપ મળશે. Gyan Sadhana Scholarship સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પાત્રતા

  • ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા

સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ 2024

Gyan Sadhana Scholarship વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેનું પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે. જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.

  • આ સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • કુલ પ્રશ્નો 120 રહેશે. જેનો સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.)
કસોટીનો પ્રકારકુલ પ્રશ્નોકુલ ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી8080

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના કેવી રીતે કરશો અરજી

  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
  • જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  • ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  • ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  • ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

આવી અવનવી નોકરી માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

Gyan Sadhana Scholarship FAQ-

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સ્કોલરશીપ આપવામાં આવશે?

આ સ્કોલરશીપ હેઠળ રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!